________________
રાજા કુમારપાળ આ દખંતથી પ્રતિબોધ પામ્યા. દેવબોધિ પંડિત અને હેમચંદ્રાચાર્ય વચ્ચે વાદવિવાદ થયો. હરિયાળીનો જવાબ હેમચંદ્રાચાર્યે કવિતામાં આપ્યો. દેવબોધ પંડિતના સર્વ પ્રત્યુત્તરો હેમચંદ્રસૂરિએ સચોટ રીતે આપ્યા જેથી દેવબોધિ ઝંખવાણો પડી ગયો. ત્યાર પછી બંને વચ્ચે ગારુડી વિદ્યાની રમત શરૂ થઈ. તેમાં પણ હેમચંદ્રાચાર્ય વિજયી બન્યા.
ત્યાર પછી હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને ધર્મના સિદ્ધાંતો અને બારવ્રતનો મહિમા સમજાવ્યો. પુણ્ય પ્રાપ્તિ માટે દાનની આવશયકતા છે તેમ જ પુણ્ય વિના સુખની અભિલાષા રાખવી નકામી છે. એવું ગુરુ રાજા કુમારપાળને સમજાવે છે તેમ જ સંદર્ભમાં કૃપણ પુરુષોનાં લક્ષણ દર્શાવે છે. હેમચંદ્રાચાર્યની મધુરી દેશનાથી કુમારપાળ રાજા સમકિતધારી શ્રાવક બન્યો. | હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને બોધ પમાડવા પ્રથમ પ્રાણાતિપાત વ્રતના સંદર્ભમાં અમરસિંહ કુમાર અને બોકડાની કથા કહી. આ ઉપરાંત મેઘકુમાર, શાંતિનાથ ભગવાનની પૂર્વભવ મેઘરથ રાજા, મેતારજ મુનિ જેવાં શાસ્ત્રીય દષ્ટાંતો આપ્યાં. વળી અળગણ પાણી પીવાથી સાતગામ બાળે એટલું પાપ લાગે છે. એવું અહિંસાનું સ્વરૂપ સાંભળી કુમારપાળ રાજાએ શિકારનો ધંધો બંધ કરાવ્યો. નદી, કૂવા, સરોવર આદિ સ્થળોએ પાણી ગાળીને વપરાય તે માટે ગરણા બંધાવ્યા. અગિયાર લાખ અશ્વો, એંશી હજાર ગાયો અને ભેંસો અને અગિયારસો હાથી જે કાયમ રહેતા તે સર્વ પ્રાણીઓને પાણી ગાળીને પાવાનો બંદોબસ્ત કર્યો. રાજ્યમાં જીવદયાનો આદેશ બહાર પાડ્યો. છતાં મેવાડમાં એક વણિક સ્ત્રીએ માથાની જૂ મારી નાખી, રાજપુરુષો તેને પકડી ગયા. તેમ જ પ્રાયશ્ચિત્તરૂપે જૂવિહાર' નામનું મંદિર બંધાવ્યું.
રાજા કુમારપાળને જીવદયા પ્રાણ સમી પ્યારી હતી. તેથી પરંપરાથી નવરાત્રીમાં કેટકેશ્વર દેવીને અપાતો બોકડાનો પાડાનો) ભોગ બંધ કરાવ્યો. દેવી કોપાયમાન થઈ. રાજા કુમારપાળને દેવીના પ્રકોપથી શરીરમાં કુષ્ઠ રોગ થયો. છતાં અહિંસાવ્રતનું તેમણે ખંડન ન કર્યું. ગુરુ હેમચંદ્રાચાર્યની કૃપાથી રાજાનો રોગ દૂર થયો. રાજાની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ બની. તેમણે અહિંસાનો પ્રચાર અઢારે દેશમાં કર્યો. તેથી તેમસૂરીશ્વરે “પરમાઈ’ એવું ઉત્તમ બિરુદ આપ્યું.
344 * જૈન રાસ વિમર્શ