________________
તેઓ સુવર્ણકમળ વડે ગુરુ પૂજા કરતા. પ્રતિ માસે એક લાખ દ્રવ્ય ખર્ચા સાધર્મિક ભક્તિ કરતાં હતાં. હર વર્ષે સમક્તિધારી ક્રોડ શ્રાવકની ભક્તિ ભાવપૂર્વક કરતા હતા. દુર્બળ અને દુઃખીજનો માટે દાનશાળાઓ ખોલાવી હતી. પર્વતિથિએ પૌષધવ્રત કરનારની પારણા કરાવી ભક્તિ કરતા. આ પ્રમાણે રાજા કુમારપાળ દેવભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભક્તિ અને સંઘભક્તિ ઉદાર દિલથી પુષ્કળ દ્રવ્ય ખર્ચીને કરતા હતા. ત્યાર પછી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તેનું આલેખન કવિએ વિસ્તારપૂર્વક કર્યું છે.
આ રાસમાં કવિએ પોતાની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. પ્રસંગોપાત્ત દરેક બાબતમાં પોતાનો અનુભવ જણાવ્યો છે. શુકનશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે અનેક વિષયમાં એમનો અનુભવ તરી આવે છે. વવા, હહા, લલા, સસા આવી અનેક બાબત એક અક્ષરના સંબંધવાળી લખીને કવિએ પોતાની વિચક્ષણતાનો આદર્શ રજૂ કર્યો છે. આ રાસમાં અનેક પૃથક્ વિષયો છે. તેમ જ ઉદયન, બાહડ, અંબડ વગેરે ઉત્તમ પુરુષોનાં ચરિત્રો પણ આ રાસમાં સમાવવામાં આવ્યાં છે. તે સમયમાં ભીમો કુંડલીઓ અને જગડુશા જેવા શ્રાવકો થયા. આ સર્વ મહાન વ્યક્તિઓ હતી. આખી રાસકૃતિમાં પ્રાય બાળચંદ્ર શિષ્ય અને અજયપાળ રાજા આ બે વ્યક્તિઓ હીનવૃત્તિવાળા દેખાય છે.
આ રાસની શૈલી ઉપદેશાત્મક અને બોધપ્રદ છે. ભાષા મીઠી અને મધુરી છે. આ કૃતિમાં અનેક સુભાષિતો, કહેવતોનો પ્રયોગ થયો છે. કવિની વર્ણનાત્મક શૈલી, હાસ્યરસ, નિરૂપણ, ભક્તિરસનો પરિચય થાય છે. વિપુલતાની દૃષ્ટિએ આ રાસ ૪૦૬ કડીનો છે. આ રાસમાં વિવિધ દેશી ઢાળો અને રાગો આવેલા છે. દુહા, ચોપાઈ, વસ્તુ, કુનિહાં, કવિત, કૂટક, કવિત્વ આદિનો કવિએ ઉપયોગ કર્યો છે.
કુમારપાલ રાસની શૈલી પ્રાસાદિક, મધુર અને મુખ્યત્વે દલપતરામની માફક ઉપદેશાત્મક અને બોધપ્રધાન છે. ભાષા મીઠી અને રસાળ છે. કથારસની દૃષ્ટિએ પ્રથમ ખંડ વાચકને રસમાં તરબોળ કરી નાખે તેવો છે,
જ્યારે બીજા ખંડમાં કથારસ જરા મંદ પડે જ છે, અને તેને તે કદાચ ઉપદેશ અને બોધની દૃષ્ટિએ રોચક લાગે. આમ છતાં વનરાજ ચાવડો, સિદ્ધરાજ
346 * જૈન રાસ વિમર્શ