________________
સૂરીશ્વરજીના શિષ્ય હતા. પ્રસ્તુત મૂળ ગ્રંથમાં લગભગ ૧૩૪ર માગધી શ્લોકો છે.
“નવપદજીના માહાસ્યગર્ભિત શ્રી શ્રીપાલરાજાની કથા સાંભળનારા તથા કહેનારા ભવ્યજનોનું કલ્યાણ કરનારી છે. શ્રી વ્રજસેનસૂરીના પાટના માલિક શ્રી હેમતિલકસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ આ શ્રીપાલકથાની રચના કરી છે. તેઓના શિષ્ય શ્રી હેમચંદ્રજી નામના સાધુએ વિક્રમ સંવત ચૌદસો અઠાવીસ (૧૪૨૮)માં ગુરુભક્તિ નિમિત્તે આ કથા લખી છે. જ્યાં સુધી પૃથ્વી પર સમુદ્ર તથા મેરુપર્વત રહેલા છે, તેમ જ આકાશતલમાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે, ત્યાં સુધી વંચાતી એવી આ કથા વૃદ્ધિ પામો.”
કલ્પસૂત્રના કથાનુસાર આ કથાનો સમય ૨૦મા તીર્થકર મુનિસુવ્રત સ્વામીના ચોથા આરાનો છે, એટલે અગિયાર લાખ ૮૪ હજાર વર્ષો પૂર્વેની આ કથા છે.
એટલે એ સત્ય છે કે કથાની યાત્રા માત્ર મૃતોપમૃત જ નથી પણ પશ્ચાત કાળે પૃષ્ટોપપૃષ્ટ પણ છે. આ કથાનું અવતરણ સંસ્કૃત, પ્રાકૃત, મારૂ ગુર્જર, હિંદી, અંગ્રેજી અને ભારતની અનેક ભાષામાં થયેલું છે.
આ કથનનો ઉલ્લેખ મુનિશ્રી જયકીર્તિ કૃત સંસ્કૃત ગદ્ય શ્રીપાલ ચરિત્રમાં આ રીતે કરાયો છે.
'तस्मिन काले यतुर्यारके श्री मुनिसुव्रत स्वामीवारके मालव देशे उज्जयिनी नाम नगरी आसीत ।'
આ શ્રીપાળ રાસ ઉપર અત્યાર સુધી સંશોધકની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે અનેક ગ્રંથો લખાયા છે, ઉપરાંત કેટલાંકનો ઉલ્લેખ અહીં કરવાનો નમ્ર પ્રયાસ કરું છું.
(૧) વિ.સં. ૧૪૨૮માં પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. રચિત ‘સિરિસિરિવાલ કહા' પ્રાકૃત અને સંસ્કૃત છાયાવાળું શ્રી દેવચંદ લાલભાઈ પ્રકાશિત.
(૨) વિ.સં. ૧૪૨૮ પછી પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વજી મ.ના શિષ્ય પ.પૂ. મુનિ શ્રી હેમચન્દ્રમુનિવરે પ્રાકૃત ઉપરથી સંસ્કૃતમાં સંક્ષિપ્ત કરી રચેલ શ્રી નેમિ-વિજ્ઞાન-ગ્રંથમાળા' પ્રકાશિત.
(૩) વિ.સં. ૧૫૧૪માં પ.પૂ.પં શ્રી સત્યરાજ ગણિવર રચિત શ્રીપાલચરિત્ર શ્લોકબદ્ધ શ્રી જૈન આત્મવીરસભા-પ્રકાશિત. 316 જૈન રાસ વિમર્શ