________________
જ્ઞાન પ્રત્યેનું બહુમાનઃ શ્રી પ્રેમલભાઈની જ્ઞાનપિપાસા વિષે અગાઉ પણ નોંધ્યું છે. શ્રી સિદ્ધચક્રજી નવપદજી તરફનો તેમનો અપ્રતિમ અહોભાવ જેમ જેમ પ્રબળ બનતો ગયો તેમ તેમ તે ભાવ અન્ય પણ અનુભવે; એવી અભિવ્યક્તિ પામે અને એ જ્ઞાનવૈભવ વારસારૂપે ભાવિ પેઢીઓમાં હસ્તાંતરિત થાય એવા ઉમદા ભાવનું આ ગ્રંથ પ્રતિબિંબ છે. આ મહાકાર્ય જ તેમની જ્ઞાન પ્રત્યેની ઉત્તમ ભાવના પ્રસ્થાપિત કરે છે. આ માટે સંદર્ભ સાહિત્ય દેશભરમાંથી મેળવવાનો અજોડ પુરુષાર્થ કેવી સુંદર રીતે ફલિત થયો એ દેખાય છે. શ્રીપાળ-માણાના કથાપ્રસંગો સાથે સાથે ગૂઢ તાત્ત્વિક બાબતો વિષયક વિવરણનો અભ્યાસ સર્જકની જ્ઞાનપિપાસા દર્શાવે છે. જ્ઞાન મેળવવું એ સાથે એની પ્રત્યે બહુમાનભાવ કેળવવો એ બહુ મોટી વાત છે. આ માટે પ્રસ્તુત ગ્રંથ ઉત્તમ ઉદાહરણ બન્યો છે.
વિનમ્રતા: ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી – શ્રીયશોવિજયજી કૃત શ્રીપાલરાસ ઉપર આ ભગીરથ કાર્ય કરવા માટેનાં કારણો દર્શાવવામાં, આ યજ્ઞકાર્ય માટે જે જે ગુરુ ભગવંતોનો, જે જે સંસ્થાઓનો અને જે જે વ્યક્તિઓનો સહયોગ સર્જકને પ્રાપ્ત થયો એ પ્રત્યે પૂર્ણ વિનમ્રતાથી ઋણ સ્વીકાર થયો છે. માત્ર એક પરંપરાના ભાગરૂપે નહીં પણ હૃદયપૂર્વક અને ભાવથી તેઓના બહુમાન સાથે આભારયુક્ત અહોભાવ પ્રગટ થયો છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજના અનન્ય ઉપાસક એવા શ્રી પ્રેમલભાઈએ તેઓ શ્રી વિષે તો ચોવીસી સન્દર્ભે અલગ દળદાર પ્રકાશન તો કર્યું જ છે, પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં પણ સર્જકનો તેઓશ્રી પ્રત્યે વિનમ્ર ભક્તિભાવ પ્રગટ થયો છે. એ જ રીતે આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી તરફનો અધ્યાત્મભાવ સવિશેષ હોવાથી આ પ્રકાશન તેઓશ્રીના ગુરુ મંદિરના પ્રતિષ્ઠાના દિવસે જ કર્યું. આ બાબત પણ વિનમ્રતાના ગુણને પ્રસ્થાપિત કરે છે. ગુરુ ભગવંતોના અનન્ય ઉપકાર માટે “મો હવે ફ્લાયાબં” શબ્દો પ્રયોજ્યા છે. વળી દરેક ચિત્ર કે અન્ય સામગ્રીની સાથે જે તે સંદર્ભનો પણ ઉલ્લેખ કર્યો છે.
સામગ્રી ગોઠવણીની અનેરી સૂઝ: જ્યારે આપણી પાસે વિપુલ જથ્થામાં સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે તેને કઈ રીતે પ્રદર્શિત કરવી, ક્યાં ક્યાં ગોઠવવી અને તેનું યોગ્ય ચયન જેવી બાબતોમાં જો સૂઝ અને તાર્કિકતા ન હોય તો તે સામગ્રીના જથ્થાનો ભાર લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં રચયિતાએ
334 જેન રાસ વિમર્શ