________________
પ્રથમથી મળી રહે એવી વ્યવસ્થા પણ પ્રથમ ભાગમાં થઈ છે.
પાંચમો ભાગ તો સજાવટની દૃષ્ટિએ ઘણો જ વિશિષ્ટ બન્યો છે. ધાતુના પાવન તેજોમય પ્રતિમાજીઓની ઉત્તમ ફોટોગ્રાફી મનોહર બની છે. તેમ જ દરેક ભાગમાં વિવિધ તીર્થોમાં રહેલા પ્રતિમાજીઓના દર્શનથી પણ ધન્ય થઈ જવાય છે. પંચ પરમેષ્ઠિનાં પદો સાથેનાં ચિત્રો સંકલિત થયાં છે તેમાં ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજીની ચરણપાદુકા, ૧૬થી ૧૮મી સદીના અમદાવાદી, ‘સાહેબખાની’ નામના દેશી કાગળ પર મહારાષ્ટ્રીય દેવનાગરી લિપિમાં કાળી શાહીથી પરમ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વારા હસ્તલિખિત પત્રો, સાધુના આચાર દર્શાવતો ૧૮૦૦૦ શીલાંગયુક્ત ૨થ, દર્શન-જ્ઞાનચરિત્ર અને તપપદો માટેની ચિત્રકૃતિઓથી આ વાત સુશોભિત થયો છે.
ઉપરાંત પરિશિષ્ટ ૬થી ૧૪ જોતાં આ મહાકાય ગ્રંથના રચિયતાના પરિશ્રમ અને ગોઠવણી માટેની સૂઝનાં દર્શન થાય છે. એમાં પણ શ્રીપાલ રાસની મૂળ ગાથાઓ સળંગ રાસ સ્વરૂપે મૂકી છે તેથી તેનું ઉપયોગિતામૂલ્ય વધી જાય છે. (પરિશિષ્ટ-૯માં)
આમ પ્રકીર્ણક સાથે સમગ્ર ગ્રંથસજ્જા અને વિભાગીકરણ ધ્યાનાકર્ષક બન્યાં છે. ઉત્તમ પ્રકાશન કેવું ઉચ્ચ કોટિનું બની શકે એનો અદ્ભુત ખજાનો અહીં આપણને પ્રાપ્ત થયો છે.
અતિ પ્રસન્ન બાબત તો એ છે કે આ ગ્રંથનાં ભક્તિસાહિત્યનું વિદેશોમાં પણ વિસ્તરણ થાય અને જગત જૈનધર્મની અજોડ સાહિત્યિક - મૂલ્યનિષ્ઠ અને કલાત્મક સંસ્કારિતા પામી શકે એ માટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રસ્તુત મહાકાય ગ્રંથનું ટાઇપિંગ અને સંકલન થયું છે. આટલી ઉત્તમ પ્રકાશન સેવા બદલ રચનાકાર માટે ધન્યવાદના કોઈ પણ શબ્દો ઊણા ઊતરે.
ગ્રંથકારની ગુણગરિમા
કોઈ પણ રચનાનું સાંગોપાંગ વાચન, ભાવન અને ઊંડાણમાં અધ્યયન થાય તો તેના સર્જકનાં વૈયક્તિક પાસાંઓ પ્રગટ થાય છે. ભલે સર્જક વચ્ચે સીધા પ્રવેશ ન કરે, તોપણ તેમની એક અનોખી છબી તેમાંથી આકા૨ પામે છે. પ્રસ્તુત ગ્રંથમાં આ બાબત સુપેરે સિદ્ધ થઈ છે. અહીં તેની આછી ઝલક પ્રસ્તુત કરવામાં અતિશયોક્તિ નહીં લાગે.
શ્રીપાલ રાસ * 333