________________
નોંધનીય છે કે વિવિધ વિષયોની ગહનતાને સ્પષ્ટ કરવા માટે તેને અનુરૂપ સંદર્ભોથી આ વિભાગ જ્ઞાનસભર બન્યો છે. આથી કહેવું છે કે જૈન સાહિત્યનું આકાશ તેજસ્વી રચયિતાઓના પ્રદાનથી સુશોભિત છે, પરંતુ શ્રી પ્રેમલભાઈના આ પ્રદાને તે અધિક અલંકૃત બન્યું છે. રસભોગ્યતા
પ્રારંભમાં વિદ્યાદેવીને પ્રાર્થના, હૃદયના ઉદ્ગારોથી તેમની સાથે થતું અનુસંધાન અને પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થતાં અલૌકિક ફળ વિષે જણાવ્યું છે આથી સિદ્ધ થાય છે કે આ મહાકાર્ય અન્ય કરતાં કાંઈક વિશેષ છે. આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીના શબ્દો : આ પ્રકાશન પાછળની ઇચ્છા, “જીવો વધુ ને વધુ ઉપાસ્ય તત્ત્વો પ્રત્યે આકર્ષાય” એ રહી છે. એ અનુસાર આ સંશોધન-સંપાદન ઘણું જ ઉપકારક નીવડ્યું છે.
વાચક માત્ર કથાપ્રસંગો વાંચીને મૂકી દેશે નહીં. તેનું મુખ્ય કારણ આ સર્જનમાં રહેલી રસભોગ્યતા છે. શ્રીપાળ-મયણાની શ્રી સિદ્ધચક્રજીની સાધના, ભક્તિ, આ પછી શ્રીપાળની જુદી જુદી રાજકુમારી સાથેના લગ્નની પૂર્વશરતોનું રોચકશૈલીમાં નિરૂપણ થયું છે. નવપદજી સાથે સંકળાયેલાં નવેય પદનાં અનુસંધાને આપેલા સંદર્ભો, વિવિધ અધ્યયનો, તે વિષયક તાત્વિક અર્થઘટનો, નવ પદ વિષયક ચિત્રો, જ્ઞાનપદ માટે સંયમ સાધકો દ્વારા ઉપાસના, સ્થાવર-જંગમ તીર્થોના ચિત્રાંકનો, સંદર્ભગત અવતરણો, દુર્લભ સાહિત્યના ઉલ્લેખો, વિવિધ શૈલીનાં પ્રસંગચિત્રો વગેરેથી સભર પ્રસ્તુત ગ્રંથમાં પાયાની બાબત તેમાંથી પ્રગટ થતો રસવૈભવ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કૃતિ યા પુસ્તક વાંચવાની શરૂઆત કર્યા પછી ઘણી વખત તેના અંત સુધી પહોંચવામાં વાચકની કસોટી થતી હોય છે. તેનો આધાર રચનાની રસિકતા પર છે. જેમ જેમ તેમાંથી વિવિધ પરિણામો ભાવક સમક્ષ ખૂલતાં જાય તેમ તેમ રસ ઉત્કૃષ્ટ થતો જાય તો મન પણ પ્રસન્ન થઈ જાય છે. પ્રસ્તુત પાંચે ય ભાગમાં છવાયેલા રસના કારણે પ્રથમથી અંતિમ પૃષ્ઠ સુધીની ભાવયાત્રામાં વાચક રસવિભોર બની જાય એવો ઉત્તમોત્તમ રસવૈભવ અહીં જોવા મળે છે. ગ્રંથસજાવટ અને વિભાગીકરણ:
હાથમાં પુસ્તક આવે અને અંદરનાં પાન ખોલવાની ઉત્સુકતા
શ્રીપાલ રાસ 331