________________
અનુભવાય, બહારથી આવું સુંદર તો અંદર તો કેવું હશે!'ની આહ્લાદક ભાવના જન્મે એ જિજ્ઞાસા જ જે તે પુસ્તક પ્રકાશનની પ્રથમ સફળતા. આ દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત ગ્રંથ સાહિત્યનો ભાગ-૧ હાથમાં લેતાં જ તેનાં મુખપૃષ્ઠની કલાકૃતિની દિવ્યતા સ્પર્શી જાય છે.
આવરણ
હંસવાહિની – મા સરસ્વતીની દર્શનીય આભાયુક્ત તસવી૨ – ચિત્રથી ધન્યતાનો અનુભવ થાય છે. સાથે શ્વેત હંસનું પાવનકારી સ્વરૂપ જોઈ મન એટલી ઘડી પરમ શાતામાં સ્થિર થઈ જાય છે. પછી તો અંદરના દર્શનીય જિનેશ્વર ભગવંતોના નયનરમ્ય ચિત્રો, લેખન અને શૈલી, ઉદાહરણો, રેખાંકનો, કથાનક અને તે સંબંધી પ્રસંગપટ, મૂળ ગાથા-હસ્તપત્રો વગેરે જોતાં-વાંચતાં અને અહોભાવથી દર્શન કરતાં કરતાં પાંચમા ભાગના અંતિમ પાન સુધી પહોંચવા મન ઉતાવળું થઈ જાય એવો અનુભવ સૌ કોઈને થાય એ જ બહુ મોટી સિદ્ધિ છે. ગ્રંથનો lauout દરેક પાનની કિનારીની સજાવટ, વિવિધ શૈલીનાં ચિત્રો વગેરેથી સજાવટ સુંદર બની છે.
પ્રસ્તુત ગ્રંથ તૈયા૨ ક૨વામાં કઠિન પરિશ્રમ અને વિપુલ દ્રવ્યરાશિ સાથે ભક્તિસભર ઉત્સાહ પ્રગટ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળમાં પણ સાત્ત્વિકતા જાળવી છે.
-
પાંચ ભાગમાં પ્રકાશિત આ ગ્રંથની અનુક્રમણિકા રચવામાં પણ વાચકની સરળતા વિષે ધ્યાન અપાયું છે. પ્રથમ ભાગમાં પાંચેય ભાગમાં સમાવિષ્ટ સાહિત્યની ઝાંખી થઈ જાય એ નોંધપાત્ર બાબત છે. દરેક ભાગમાં પ્રકરણ, ગાથા સંખ્યા, વિષય અને પૃષ્ઠાંકના અભ્યાસથી તદ્દન સરળતાથી વાચક જે કાંઈ મેળવવું છે તે મેળવી શકે છે. દરેક ભાગના અંતે જે તે ભાગમાં ઉપલબ્ધ ચિત્રોનું સૂચિપત્રક છે, જેમાં જે તે ચિત્ર વિષે ટૂંકી છતાં જરૂરી અને ઉપયોગી માહિતી આપી છે. આ માટે પાંચ પરિશિષ્ટો ઉમેર્યાં છે. (દરેક ભાગનું એક) વળી કુલ પૃષ્ઠ સંખ્યા માટે સળંગ પૃષ્ઠાંકન અને તમામ પરિશિષ્ટોનું ટૂંકમાં વિવરણ પણ પ્રથમ ભાગમાં મળે છે.
ઋણ સ્વીકારમાં શ્રી પ્રેમલભાઈ કોઈને ભૂલ્યા નથી એવું પ્રતીત થાય છે. ઉપકારક ગુરુ ભગવંતોથી શરૂ કરીને વ્યક્તિગત અને જે જે સંસ્થાઓ પાસેથી જે કાંઈ મેળવ્યું છે તે તે નામ અને સાહિત્યિક અને ચિત્રિત સામગ્રી વિષે જણાવ્યું છે.
સમગ્ર ગ્રંથમાં જે કોઈ પાત્રો અને સ્થાન સમાવાયાં છે તેનો પરિચય
332 * જૈન રાસ વિમર્શ