________________
અંતમાં પ્રસ્તુત ગ્રંથનું અનુભાવન પણ મનને પ્રસન્ન કરે છે. આવો ભવ્ય-
દિવ્ય સાહિત્ય-કલા સંયોજનનો વારસો મળ્યો એ પરમ સૌભાગ્ય છે. વ્યક્તિગત રીતે જ્ઞાનની ઉપાસના માટે આધારભૂત અમૂલ્ય પ્રદાન પ્રાપ્ત થયું એ માટે કોઈ દિવ્યકૃપા જ ગણી શકાય.
જે વાચક આ મહાગ્રંથનું અધ્યયન કરશે એનું તો નસીબ જ ખૂલી જશે. કારણ કે તેમાંથી જે કાંઈ પામી શકશે એ અનન્ય અને ઉપકારક હશે.
ધન્યવાદ આ મહાગ્રંથના સર્જક શ્રી પ્રેમલભાઈને. ભવિષ્યમાં આથી વિશેષ જ્ઞાનખજાનો આપણને જરૂર પ્રાપ્ત થશે.
336 * જૈન રાસ વિમર્શ