________________
ગગનગંભીર ભક્તિરસ પ્રેરિત સૌંદર્ય સભર ગ્રંથ
શ્રીપાલ રાસ પ્રોફેસર અને વેલેલી – ઓટાવા-કેનેડા
રાજા શ્રીપાલનું જીવનચરિત્ર, જે એક કથા રૂપે આલેખાયેલું છે, તે જૈન સમુદાયમાં અતિ લોકપ્રિયતાને વરેલું અને ભક્તિસભર એવું કથાનક છે. અમોઘ શક્તિ ધરાવનાર સિદ્ધચક્ર યંત્ર સાથે કથાવસ્તુનાં સંલગ્નત્વે એને મનુષ્યમાં આમૂલ પરિવર્તન લાવવા માટેનું પ્રખ્યાત માધ્યમ બનાવ્યું છે. આ કથાનું અલગ અલગ કાળાંતરે, બહોળા પ્રમાણમાં પ્રકાશન થયું છે. પરંતુ મુંબઈ નિવાસી જૈન, સેવાભાવી દાતા અને સંપાદક પ્રેમભાઈ કાપડિયાએ તાજેતરમાં પ્રકાશિત કરેલ “શ્રીપાલ રાસ' ગ્રંથની ભવ્યતા અને તેમનો સમર્પણભાવ (નહીં, નહીં, આરાધના)ની તુલનામાં પૂર્વમાં કોઈ પણ પ્રકાશનો ખરાં ન ઊતરી શકે.
પ્રેમલભાઈએ આ પ્રાચીન કથાવાર્તા પુનઃ લોકભોગ્ય બનાવવાનો નિર્ણય કર્યો. જેનોના માનવા પ્રમાણે આ વાર્તાની મૂળ વસ્તુનું જિનેશ્વર મહાવીર
સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ ૨૫૦૦થી પણ અધિક વર્ષો પહેલાં પ્રકાશી હતી.
એક કુષ્ટરોગી, જે સમય વીત્યા બાદ રાજા બને છે, ની કથની પ્રારબ્ધ અને ભક્તિને વિષયને મધ્યમાં રાખીને એક મનમોહક કથાવાર્તાનું સ્વરૂપ ધારણ કરે છે. એક અતિ અહંકારી રાજા પોતાની સુપુત્રીનો વિવાહ શિક્ષારૂપે એક કુષ્ઠરોગી સાથે કરે છે. એનું કારણ એ છે કે દીકરીએ પોતાના પિતારાજાની મહાનતાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સ્વને નિયતિએ બક્ષેલા સુખ-સંતોષ કે દુઃખ સંતાપને પોતાના જ પૂર્વ કર્મના વિપાક તરીકે આલેખવાનો આગ્રહ રાખ્યો છે જે દ્વેષીલા પિતાના એક અતિ નિર્દય દુષ્કૃત્ય તરીકે દૃષ્ટિમાન થાય છે ને જ. આ પૃથ્વીતલ પર કદીયે ન બની શકે એવી એક અસંભવિત ઘટના સ્વરૂપે પ્રસ્તુત થાય છે અને એક આપ્તરંગી, અદ્ભુત કથાનકનો ૧૨૦૦ ઉપર ગાથાના સ્વરૂપે પ્રારંભ થાય છે. જોકે કર્માધીનતાની માન્યતા હંમેશાંથી પ્રવર્તી રહી છે પરંતુ બીજી બાજુએ રહસ્યમય યંત્ર શ્રી સિદ્ધચક્રજી (કે નવપદજી) ની પ્રાધાન્યતા અને એનું શ્રીપાલની સમૃદ્ધિમાં અને
શ્રીપાલ રાસ 319