________________
સૌભાગ્યમાં યોગદાન પણ એટલાં જ મહત્ત્વનાં છે.
શ્રીપાલ રાસનું કથાસ્વરૂપ પાંચ વિશાળ ગ્રંથોમાં સ્થિત ગાથાઓની સાથે સાથે ભવ્યાતિભવ્ય ચિત્રાંકનો અને હાંસિયાઓ વચ્ચે પ્રવાહિત થઈને વાચકવર્ગને જુદા જુદા પડાવ પર લઈ જાય છે. સંપાદક ગ્રંથનું એક પણ પૃષ્ઠ શણગારથી વંચિત નથી રાખ્યું. આવા વિશાળ કદના અને પ્રભાવશાળી ગ્રંથને વાંચવાનો અનુભવ અનન્ય છે તે એ રીતે કે જેમ જેમ આપણે કથાનકમાં આગળ વધીએ છીએ તેમ તેમ તે આપણને વધુ અને વધુ સુજ્ઞતા પ્રદાન કરે છે અને આ પ્રમાણે મંદ ગતિએ આગળ વધતા વધતા આપણે જાણે શાનદાર, ઘટાદાર હસ્તપ્રસ્તોની વિશાળ પુસ્તકરૂપી લીલીછમ વનરાજિમાંથી પસાર થઈને પ્રવાસ કે પછી એક પવિત્ર ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ રહ્યાં છીએ એવા મનોભાવની ઉત્પત્તિ થાય છે. દરેક હસ્તપ્રત આપણી સમક્ષ કથાનું વિસ્તૃત વર્ણન શબ્દો દ્વારા તાદેશ કરે છે.
નિખાલસતાપૂર્વક કહું તો, હું ગ્રંથના સૌંદર્યથી મંત્રમુગ્ધ બની અને ત્યારે આ ગ્રંથનું નિરીક્ષણ કરવાની પ્રાથમિક ઇચ્છા મને ઉદ્દભવી. જે પ્રતિભા અને રોમાંચક રજૂઆત સાથે આ ગ્રંથને સંપૂર્ણતાને આરે પહોંચાડવામાં આવ્યો છે તે જોતાં એમ કહેવાનું સહેજે મન થઈ જાય છે કે આ ગ્રંથ એના મૂળ ગ્રંથના પ્રબુદ્ધ કથાનક સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ છે.
સામાન્યતઃ ભક્તિરસ પ્રધાન કે રહસ્યમય પુસ્તકો શૈક્ષણિક નિરીક્ષણ માટેની રસાળ સામગ્રી નથી. આવા રહસ્યમય, વરદાયી યંત્રો, ઈશ્વરીય, દિવ્ય જિન ભગવંતો કે પછી કર્મવાદમાં દઢનિશ્ચયતા, આ સર્વની સત્યવાદિતાનું વિદ્વત્તાને ધોરણે કઈ રીતે મૂલ્યાંકન કરવું? આવું કાર્ય હાસ્યાસ્પદ જ ઘટાવી શકાય. આ પુસ્તકના ઐતિહાસિક સંદર્ભને કોઈ પણ કાળમાં અંક્તિ કરવો (આ ઉદાહરણમાં સત્તરમો સૈકો) અને પછી આ પુસ્તક કઈ રીતે સામાજિકધાર્મિક પૂર્વાપર સંબંધમાં ભાગ ભજવે છે, એની પરિસ્થિતિનો તાગ મેળવવો એ આ કાર્યમાં આગળ વધવા માટે માન્ય માર્ગ હોવાની શક્યતા છે. પણ આમ કરવાથી પુસ્તકના મૂળભૂત તત્ત્વથી વિમુખ થવાની આશંકા છે. એના કરતાં, પુસ્તકના સાર સાથે મક્કમતાપૂર્વક વળગી રહેવાથી કાંઈક વિલક્ષણ એવી વસ્તુમાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે – સુસ્પષ્ટ અને સઘન આરાધન જૈનધર્મનું મધ્યબિંદુ છે. આ હકીકત સ્વમાં અને સ્વથી પ્રકાશિત થાય છે અને ચિંતનશીલતાની સુપાત્રતા દર્શાવે છે.
320 * જૈન ચસ વિમર્શ