________________
આવે છે કે મૃત્યુ બાદ એનો નવમા દેવલોકમાં જન્મ થશે અને ત્યાર બાદ એકાંતરે મનુષ્યભવ અને દેવભવમાં જન્મીને, અતિ સુખ-સમૃદ્ધિને અનુભવીને, નવમા જન્મના અંતે એ મુક્તિ પામશે.
જે પ્રણાલિકામાં કર્મસત્તાની નિશ્ચલ પ્રબળતા અને દુન્યવી સર્વ વસ્તુઓના ત્યાગની આવશ્યકતા પર અતિ ભાર મુકાયો છે, તેમાં ઊડીને આંખે વળગે તેવું ભક્તિ પરનું પ્રગટ કેન્દ્રિતપણું વિસ્મય નિપજાવે છે. ગ્રંથનાં અંતિમ પૃષ્ઠોમાં જ એ વાત પ્રકાશિત થાય છે કે આ રહસ્યમય યંત્ર બીજું કાંઈ નહીં પણ આત્માનું શુદ્ધ આત્મસ્વરૂપ છે જેને મૂર્તિમંત કરવામાં આવ્યું છે. તેને ધ્યાવાથી મનુષ્ય પોતાના આત્માના શુદ્ધ ગુણોને જ ધ્યાવે છે. ઉદાહરણ તરીકે, ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે અરિહંત જે સિદ્ધચક્રજીનું મધ્યવર્તી અંગ છે, તેનું પૂજ્યભાવે કરેલું આરાધન સર્વજ્ઞતાના ગુણને આરાધવા સમાન છે – એ સર્વજ્ઞતા જ આત્માના શુદ્ધ, સંપૂર્ણ જ્ઞાનના ગુણ સિવાય બીજું કશું નથી.
શ્રીપાલની શ્રી સિદ્ધચક્રજી પ્રત્યેની નિતાંત અભિરુચિ અને એકનિષ્ઠા આત્મચિંતન અને કર્મશુદ્ધિ માટેનું એક ખૂબ જ પ્રભાવશાળી સાધન છે. એના વડે એ અહંકારની સભાનતા લાંઘી જાય છે અને આત્માની સહજ મૂળ સ્વભાવગત શક્તિ સુધી પહોંચે છે, જે આ વિશ્વના સંપૂર્ણ સૌષ્ઠવ અને પરમાનંદનો સ્ત્રોત છે. નિષ્કર્ષ :
શ્રીપાલ રાસની આ અતિ સૌંદર્યસભર કૃતિને એક ગહનગંભીર ભક્તિપ્રેરિત કૃત્ય તરીકે લેખવી શકાય. પણ એનાથી પણ વિશેષ. એ એક આપણને એક મોહક કથાવાર્તા પ્રત્યે લાલાયિત કરે છે, જે સંયમમાર્ગના વિશિષ્ટ લક્ષણને ગહન ભક્તિના અતિ ઉલ્લાસમય ઉજમણા સાથે યુક્ત કરે છે. શ્રમણ પ્રણાલિકા અને ભક્તિ, ઉભયની જેનપરંપરામાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સુસ્પષ્ટતાથી અંકિત કરીને, અને ત્યાર બાદ આ બન્નેને સમકક્ષતા કઈ રીતે બક્ષી શકાય એનું આલેખન કરીને “શ્રીપાલરાસનું આ કથાનક ઈશ્વરવાદમાં નહીં માનનાર જૈનભક્તિનું અમૂલ્ય સૂક્ષ્મદૃષ્ટિથી દર્શન કરાવે છે.
શ્રીપાલ ચસ છે 323