________________
શ્રી પ્રેમલભાઈ કાપડિયા દ્વારા “શ્રીપાલ રાસ” વિષયક જ્ઞાનખજાનાનું અજોડ-ઉત્કૃષ્ટ વિસ્તરણ
ડૉ. પ્રફુલ્લા વોરા
ૐ નમ: सरस्वती मया द्रष्टा वीणा पुस्तकधारिणी । हंसवाहन संयुक्ता विद्यादान वरप्रदा ॥
હે મા શારદા! આપના ચરણોમાં કોટિ કોટિ વંદન સાથે આપની પ્રાર્થના કરું છું કે હું આપની કૃપા માટે પાત્રતા પ્રાપ્ત કરી શકું. પ્રસ્તુત શ્રીપાલ રાસ દ્વારા વિભાગ ૧થી ૫માં મહાગ્રંથનિધિનું સર્જન એ જ્ઞાનોપાસક શ્રી પ્રેમલભાઈ કાપડિયાનું ભગીરથ કાર્ય છે. આ નૂતન પ્રકાશનની ઉત્તમતાને પ્રસ્થાપિત કરવાનું તો શું ગજું? છતાં પણ તેનું યથોચિત અવલોકન કરવામાં આપની કૃપા પ્રાપ્ત થાય એ માટે આપને હૃદયપૂર્વક પ્રાર્થ છું.
ઉપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ તેમ જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘શ્રીપાલરાસ'ની અલૌકિક રચનાનું ઐશ્વર્ય જાળવીને, મૂળ ગ્રંથના વારસાની ગરિમાને વધારીને, વિશેષરૂપે સંવર્ધિત કરવાનું મહાયજ્ઞકાર્ય જ્ઞાનપિપાસુ શ્રી પ્રેમલભાઈ કાપડિયા દ્વારા થયું છે, તેમના રોમેરોમમાં શ્રી સિદ્ધચક્રજી-નવપદજી પ્રત્યે ભક્તિની રોમાંચકતા અનુભવાઈ હશે; તેમના હૃદયમાં તે પ્રત્યે બહુમાનભાવના પૂર છલકાયાં હશે; તેમના ચિત્તમાં એ રાસને વિશ્વવ્યાપી બનાવવા માટે તેમની ઊર્મિઓ ઝંકૃત થઈ હશે ત્યારે આ ગ્રંથ પ્રકાશન શક્ય બન્યું હશે. અહીં તેઓના પ્રબળ પુરુષાર્થ, શ્રી જૈનશાસન પ્રત્યેનો અપાર પ્રેમ અને મનની ઉદારતાની ત્રિવેણીધારા પ્રગટ થતી જોવા મળે છે.
આપણો જૈન સાહિત્યવારસો એવા ઉત્તમ જ્ઞાનવૈભવથી ગૌરવવંતો બન્યો છે કે તેના સ્મરણ, દર્શન અને વાચન-મનનથી ધન્યતાનો અનુભવ થાય. આ પૈકી શ્રી ‘શ્રીપાલરાસ' એવી રચના છે કે સામાન્યતઃ વર્ષમાં બે વખત શાશ્વતી ઓળી પ્રસંગે આ રાસનું વાચન, શ્રવણ અને અનુમોદનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ મહિમાને ધ્યાનમાં રાખીને આ મહાગ્રંથનું
324 * જૈન રાસ વિમર્શ