________________
પ્રકાશન થયું છે. આકાશમાં અનેક ઝગમગતા સિતારા વચ્ચે કોઈ પ્રકાશપુંજ સૌનું ધ્યાન ખેંચે છે. કમલદલથી ભરેલા જળાશયમાં શ્વેતહંસ જે રીતે મન મોહી લે છે, એ રીતે “શ્રીપાલરાસ' પર આ પાંચ ભાગનો ગ્રંથ કોઈ અલૌકિક અનુભૂતિ કરાવે છે.
શ્રી શ્રીપાલ ચરિત્ર પર લખાયેલાં વિવિધ વિવેચનો, તે વિષયક સંપાદનો અને સંશોધન જાણીતાં છે. પરંતુ અહીં શ્રી પ્રેમલભાઈએ ગજબનો પુરુષાર્થયજ્ઞ માંડ્યો હશે તેની પ્રતીતિ આ ગ્રંથના પ્રત્યેક પાન પર થાય છે. જેમ જેમ પઠન થતું જાય તેમ આપણાં બાહ્ય નેત્રોથી કોઈ અવર્ણનીય દર્શન આપણાં આંતરચક્ષુઓ સુધી પ્રક્ષાલિત થતું અનુભવાય. પાંચેય ભાગમાં મૂકેલી જિનેશ્વર ભગવંતોની તસવીરો પ્રત્યક્ષ દર્શનો અહોભાવ પ્રગટાવે છે. એ વખતે આપણું મસ્તક ખરેખર નમી જાય છે. આ સમગ્ર કાર્યના અભ્યાસથી થયેલી ભાવાનુભૂતિને વિવિધ પરિમાણોથી પ્રસ્તુત કરું તો કાંઈક અંશે ગરિમા જાળવી શકાશે. રચયિતાનો શ્રી સિદ્ધચક્રજી તરફનો અનન્ય ભક્તિભાવ
પ્રસ્તુત ગ્રંથ નિધિ) વાંચતી વખતે સર્વપ્રથમ એ વિચાર આવે કે આપણાં જૈન સાહિત્યનો વિશાળ વારસો છે એમાંથી શ્રી પ્રેમલભાઈએ શ્રી વિનયવિજયજી – શ્રી યશોવિજયજી રચિત “શ્રીપાલરાસની પસંદગી સાથી કરી હશે? આ પ્રશ્નનો ઉત્તર પણ યોગ્ય રીતે જ પ્રાપ્ત થાય છે. ભાગ૧ની અંદર પ્રસ્તાવનાના પ્રારંભે જ રચનાકારે “ૐ હ્રીં શ્રી સિદ્ધવશ્વય નમ:કહીને શ્રી સિદ્ધચક્રને મૂળમંત્રવાળું કહ્યું છે અને અહંના ઉજ્જવળ આદ્યબીજ સાથે “સિદ્ધલિયો રિક્ષ વિઢિ” અને અંતિમ બીજ સહિત ચૌપદોદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનો જયકાર કર્યો છે. “તવહં નમમ' શબ્દો વાંચતા જ આપણી નજર સમક્ષ શ્રી સિદ્ધચક્રવંત્ર દશ્યોકિત થાય છે.
સારસ્વત રચનાકારની એ જ ખૂબી હોય છે જે સ્વાનુભૂતિને પરાનુભૂતિની પરાકાષ્ઠાએ લઈ જાય. શ્રી સિદ્ધચક્રજી તરફનો તેમનો અહોભાવ એક વાચક-ભાવક તરીકે આપણે પણ પામી શકીએ છીએ. તેથી જ આપણા મુખમાંથી સ્વાભાવિક જ આ શબ્દો સરી પડે : ધન્યવાદ શ્રી પ્રેમલભાઈના આ ભક્તિભાવને!
આ સચિત્ર ગ્રંથ પ્રકાશનનો આદ્ય હેતુ પણ તેઓ જણાવે છે કે જ્યારે
શ્રીપાલ રાસ 325