________________
ઈશ્વરવાદમાં ન માનનાર જૈન ધર્મની પ્રણાલિકામાં ભક્તિનું સ્થાન શું અને ક્યાં છે તે વિષય વિદ્વાનોને માટે કોયડો છે. જેનો કોને આરાધે છે? જે પ્રણાલિકામાં અનુગ્રહ બક્ષનાર સર્જનહારને કોઈ સ્થાન નથી અને જે આત્માની મુક્તિ માટે આત્મનિર્ભરતા અને સ્વાશ્રય પર ભાર મૂકે છે તે પ્રણાલિકામાં ભક્તિ શું ભાગ ભજવે છે? શ્રીપાલ રાસનું સત્ત્વ નિશ્ચયાત્મક રીતે ભક્તિભાવમાં તરબોળ છે, આરાધન અને આત્મસમર્પણમાં ભીંજાયેલું છે પરંતુ રાસમાં ફક્ત તે જ ભાવો સંપૂર્ણતયા સમાવિષ્ટ નથી. એના સહઅસ્તિત્વમાં આપોઆપમાં જ સુસ્પષ્ટ અને સરળતાથી દર્શન થાય એવું યંત્ર આરાધન અને સામાન્યતઃ પ્રચલિત “કર્મના ફળનું નિશ્ચયપણે ભોગવવાપણું” પણ છે, જે જૈનધર્મની વિચારશૈલીના કેન્દ્રમાં છે. કથાનકમાં વિધાતાના લેખ અને અનુગ્રહ પ્રદાન કરનાર સિદ્ધચક્ર યંત્રજીના આરાધનથી શ્રીપાલને પ્રાપ્ત થયેલ ચમત્કારિક વરદાનોની આનંદકારી હિતશિક્ષા પણ અતિ કુશળતાપૂર્વક તાણાવાણાની જેમ ગૂંથવામાં આવી છે. જે જૈનધર્મની શ્રમણ પ્રણાલીથી સુવિદિત છે. તેને આ વાત કદાચ આશ્ચર્યકારક લાગે. વિશ્વે પરિત્યાગ જેવા મૂળભૂત સિદ્ધાંતનો યંત્ર-પૂજા સાથે સુમેળ શી રીતે સાધી શકાય? આ ઉપરોક્ત બક્ષેલા અભિનપણાને સમજવા માટે આપણે કથાનકના અંત સુધી રાહ જોવી પડશે.
કથાના શુભારંભમાં આપણને વિદિત થાય છે કે જીવનની મીઠી-મધુરી ચડતી અને કડવી પડતી એ તો આપણાં કર્મના ફળસ્વરૂપે છે, જેનું સ્રોત આપણા જ્ઞાનથી પરે છે. આપણને યાદ અપાવવામાં આવે છે કે કર્મથી વધુ પ્રબળ શક્તિ કોઈ નથી. જૈનધર્મ આપણને શીખ આપે છે કે કષ્ટદાયી પરિસ્થિતિઓમાં પણ દઢનિશ્ચયી અને સમભાવપૂર્ણ નિરાગતા વહન કરવી જ રહી. એ જ ચરમમુક્તિનો એકમાત્ર માર્ગ છે. પોતાનાં દુઃખ કે સુખના અનુભવોમાં જ આસક્ત કે રચ્યાપચ્યા રહેવાથી કર્મની આત્મા પરની પકડ વધારે ને વધારે દઢ બને છે. આપણને આ બોધ કથાનકનાં પાત્રો ઉપરથી થાય છે. અન્ય સર્વ કથાવાર્તાઓની જેમ “શ્રીપાલરાસ' જે સિદ્ધચક્ર યંત્રને સમર્પિત છે તે એની અનુભવગમ્યતા વડે આપણને સવિશેષ રીતે ચર્મ અને કાલ્પનિક એમ ઉભય દૃષ્ટિની સામસામે લાવીને ઊભા કરે છે અને બન્ને વિચારવંત, નીતિમાન અને હિતશિક્ષાના સિદ્ધાંતથી પરિચિત અને એમાં રુચિવંત હોવા છતાં બૌદ્ધિક કક્ષાથી પરે કાર્યાન્વિત બને છે. વરદાનરૂપે
શ્રીપાલ રાસ 321