________________
(૪) વિ.સં. ૧૫૫૭માં પ.પૂ.આ. શ્રી લબ્ધિસાગરસૂરીશ્વરજી મ. રચિત શ્રીપાલચરિત્ર – શ્લોક શ્રી વીર સમાજ પ્રકાશિત.
(૫) વિ.સં. ૧૭૪૫માં પપૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ. રચિત શ્રીપાલ રચિત સંસ્કૃત કાવ્યમ્ ગદ્ય. શ્રી દેવચંદ લાલભાઈ પ્રકાશિત.
(૬) વિ.સં. ૧૮૬૭માં ખરતરગચ્છીય પ.પૂ. આ. શ્રી જયકીર્તિગણિવર રચિત શ્રીપાલચરિત્ર-ગદ્ય શ્રી હીરાલાલ હંસરાજ પ્રકાશિત.
(૭) પ.પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પરંપરામાં થયેલ પ.પૂ. મુનિશ્રી નયવિજયજી મ.ના શિષ્ય પ.પૂ. મુનિ શ્રી શુભવિજયજીએ રચેલ સંસ્કૃત-ગદ્ય શ્રીપાળચરિત્ર.
(૮) વિ.સં. ૧૭૩૮માં સુરત પાસે રાંદેર ગામે પપૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર તથા પપૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે રચેલ “શ્રીપાળરાસ'. આ રાસમાં ભરૂચ-થાણા વગેરે અર્વાચીન નગરોના નામ આવે છે. એ દર્શાવે છે કે મૂળ કથાનું વર્તમાન ભાવરૂપાંતર થયું હોય.
(૯) વિ.સં. ૧૭૨૬માં કચ્છમાં શેષપુર ગામ અંચલગચ્છીય પૂ. શ્રી ન્યાયસાગરજીએ રચેલ “શ્રીપાળરાસ’ કચ્છ અંજારવાલા શા. સોમચંદ ધારશીભાઈ પ્રકાશિત.
(૧૦) મયણા અને શ્રીપાળ મુનિ શ્રી નિરંજન વિજયજી મ.સા. (વિક્રમ સંવત ૨૦૧૯) (સંપાદક શ્રી કૃષ્ણલાલ ભટ્ટ – પંડિત બાબુભાઈ સવચંદ શાહ)
(૧૧) શ્રીપાલ કથા પૂ.લબ્ધિસાગરસૂરિ (૧૨) શ્રીપાલ રાસ ભાષાંતર – શ્રી કુંવરજી આણંદજી (૧૩) શ્રી ભુવનભાનુસૂરિકૃત – ‘નવપદ પ્રકાશ' (૧૪) શ્રીપાળ મયણામૃત કાવ્યમ્ (સંસ્કૃત) પૂ.નયચંદ્ર સાગરજી (૧૫) શ્રીપાળ રાજાનો રાસ-શ્રાવક ભીમસેન માણેકજી (૧૬) સિરિ સિરિવાલ કહા (અંગ્રેજી) વાડીલાલ જે. ચોકસી (૧૭) શ્રીપાળ મયણાની અમરકથા – પૂ. મુક્તિદર્શન વિજયજી
પ્રસ્તુત શ્રીપાળ રાસ, પાંચ ભાગ વાંચતા ૧થી ૩માં સરળ કથારસ છે, ૩ અને પાંચમાં કથારસની સાથે તત્ત્વરસ છે. નવપદનું વર્ણન છે, વિલાસ છે, શાસ્ત્ર અને તીર્થકર વચનોને આધારે ચિંતનાત્મક પ્રશ્નો અને ઉત્તરો છે. જે ચિત્તને પ્રશ્ન કરી આત્મા પ્રદેશમાં ભાવક-દર્શકને દૃષ્ટિ કરાવે છે.
પ્રત્યેક પંક્તિના છૂટા છૂટા અર્થ, પછી પંક્તિઓનો સરળ અર્થ અને
શ્રીપાલ રાસ + 317