________________
જ્ઞાનભંડારો અને ટ્રસ્ટીઓ પાસેથી પ્રમાણિત પ્રતો મેળવવા ગ્રંથના સંપાદકે ધીરજપૂર્વક કેટલી રખડપટ્ટી કરી હશે એની પ્રતીતિ વાચકને થયા વગર રહેશે નહિ જ.
ડૉ. કુમારપાળ દેસાઈ આ ગ્રંથ વિશે ગુજરાત સમાચારમાં લખે છે :
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની પાટ પરંપરાદર્શક પ્રશસ્તિ આપી છે. પારિભાષિક શબ્દાર્થ, આધારગ્રંથો તથા મહત્ત્વપૂર્ણ હસ્તપ્રતોના નમૂનાઓ આપીને આ ગ્રંથોને વિશેષ સમૃદ્ધ કર્યા છે અને ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠને કલાત્મક અને અધ્યાત્મભાવથી સભર બનાવવા પ્રયાસ કર્યો છે.
સંસ્કૃત ભાષાની અમૂલ્ય ગદ્યકૃતિ કાદમ્બરીનો પ્રારંભ કર્યો મહાકવિ બાણે, પરંતુ અધૂરી કથાએ બાણનો દેહવિલય થયો અને બાણના પુત્રે કાદમ્બરીનું સર્જનકાર્ય પૂરું કરી પિતૃઋણ ચૂકવ્યું એમ વિક્રમ સંવત ૧૭૩૮માં ઉપાધ્યાય વિનયવિજયજીએ શ્રીપાળરાસનો પ્રારંભ કર્યો ત્યારે આ સંતના અંતરમાં ધ્વનિ પ્રગટ થયો હતો કે તેઓ કદાચ આ રાસ પૂરો ન કરી શકે એટલે પૂજ્યશ્રીએ ગુરુબંધુ ઉપાધ્યાય યશોવિજયજી પાસે વચન લીધું કે કાળે કરીને પોતાની શંકા જો સત્યમાં પરિણત થાય તો ઉપાધ્યાય યશોવિજયજી રાસનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે, અને ઘટના એવી જ બની, અને ઉપાધ્યાયજીએ રાસ પૂર્ણ કરી, મિત્રધર્મ અને કર્તવ્યધર્મ પ્રમાણ્યો. એટલે બે સારસ્વત ઉપાસકોની આ રચના છે. કુલ ચાર ખંડ, ૪૧ ઢાળ અને ૧૨૫૨ ગાથા.
ચોથા ખંડના શ્રી યશોવિજયજીએ રસકથામાં જૈન તત્ત્વનું ઊંડાણ, વ્યવહાર નય, નિશ્ચય નય વગેરે છલોછલ ભર્યા છે.
આ કથાના મૂળ તરફ પ્રયાસ કરીએ તો અન્ય ગ્રંથોમાંથી આ પ્રમાણે સત્ય પ્રાપ્ત થાય છે :
પ્રસ્તુતિ અવસર્પિણી કાળમાં ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજીએ શ્રી નવપદજીનો મહિમા શ્રીપાળ ચરિત્ર સાથે શ્રી ગૌતમ સ્વામીજી – તેમના પુણ્ય ગણધર પાસે વર્ણવ્યો. તેમણે મગધપતિ શ્રેણિક મહારાજા સન્મુખ નિવેદન કર્યા. ઉત્તરોત્તર વિદ્યાનુપ્રવાહ નામના દશમાં પૂર્વમાં પ્રથિત થયો. અહીં સિદ્ધચક્ર યંત્રનો પણ ઉલ્લેખ છે – અને તેમાંથી ઉદ્ધરીને પપૂ. રત્નશેખરસૂરીશ્વરજીએ સિરિસિરિવાલ કહાની આ અર્ધમાગધી ભાષામાં રચના કરી. આ મહાત્મા વિક્રમના ૧૪મા સૈકાની શરૂઆતમાં થઈ ગયા. તેઓ પરમ પૂજ્ય શ્રી વ્રજસેનસૂરીશ્વરજીના પટ્ટધર પ.પૂ. શ્રી હેમતિલક
શ્રીપાલ રાસ *315