________________
સંગ્રહવાળી વ્યક્તિઓને વિનંતી કરીને એમની પાસેથી સર્વશ્રેષ્ઠ ચિત્રોને ગ્રહણ કરી આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. ઉદાહરણ તરીકે (૧) ‘અરિહંત પદ'ને ઉજ્વળ કરતાં ચિત્રો મોટા ભાગે કલક્તાના શીતલનાથ મંદિર (દાદાવાડી), બડામંદિર (તુલાપટ્ટી) તથા જિયાગંજના વિમલનાથ મંદિર વગેરે સ્થાનેથી પ્રાપ્ત કરીને અહીં પ્રસ્તુત કર્યાં છે. વળી ૧૭ મી સદીના અતિસુંદર બુંદી શૈલીના સચિત્ર કલ્પસૂત્રમાંથી પણ અનેક પ્રસંગોનો અહીં સમાવેશ કર્યો છે. (૨) ‘આચાર્ય પદ'ને પુષ્ટ કરતાં નિમ્નલિખિત જીવનચરિત્રો અમે અહીં પ્રકાશિત કર્યા છે. (અ) જિનદત્તસૂરિજી, જિનચંદ્રસૂરિજી અને જિનકુશલસૂરિજીના ચમત્કારિક પ્રસંગો (આ) શ્રી હેમચંદ્રસૂરિજી દ્વારા કુમારપાળને પ્રતિબોધ કરવા પ્રયુક્ત ચમત્કારિક પ્રસંગો. (ઈ) સ્તંભન પાર્શ્વનાથને પ્રગટ કરતાં ‘શ્રી જયતિહુયણ સ્તોત્ર'ના રચયિતા શ્રી અભયદેવસૂરિજી. (૩) ‘જ્ઞાનપદ’ અંતર્ગત કેવળજ્ઞાનને દર્શાવવા, સંયમની સાધના કરીને કેવળજ્ઞાનને વરેલા અને કેવલી થઈને તરત જ નિર્વાણ પામેલા મહાત્માઓના પ્રસંગોનો સહારો લીધો છે. જેમ કે (અ) મૃગાવતીજી અને ચંદનબાળાનો પ્રસંગ (બ) આસિા ભવનમાં કેવળજ્ઞાન પામેલા ભરત ચક્રવર્તીનો પ્રસંગ અને (ક) હાથીની અંબાડી ૫૨ કેવલી થયેલ મરૂદેવા માતાજીનો પ્રસંગ. (૪) ‘દર્શનપદ’ની અંતર્ગત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને ત્યાર બાદ તે સમ્યગ્દર્શનના પુષ્ટિકારક એવા સ્થાવર-જંગમ તીર્થોનાં વિવિધ ચિત્રો, જેમ કે ચંપાપુરીજી, હસ્તિનાપુરીજી, કેશરિયાજી, રાણકપુરજી, તારંગાજી, ગિરનારજી, ભરૂચ, શત્રુંજય, સહસ્રકૂટ, અષ્ટાપદજી, ઇન્દ્ર મહારાજા દ્વારા પ્રતિબોધિત થયેલા દર્શાણભદ્રનો પ્રસંગ વગેરેને આવરી લેવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.
આચારાંગ સૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે
વંતળ-નાળ-ચત્તે, તવ વેì ય લોક્ ૩ પક્ષત્યા |
जाय जहा ताय तहा, लक्खणं वुच्छं सलक्खणओ ॥ ३२९ ॥ હિત્યરાજ માવો, પવયળ-પાવળિ-બડ્સીનું | મિશમળ-નમળ-વીશળ, વિત્ત સંપૂલના મુળા || ૩૩૦ || ભાવાર્થ : તીર્થંકર ભગવંતો, પ્રવચન, પ્રાવચનિક પ્રભાવકો, અતિશય લબ્ધિધારી એવા મુનિ ભગવંતોની સન્મુખ જવામાં, નમસ્કા૨ ક૨વામાં, દર્શનકીર્તન-પૂજન-સ્તુતિ કરવામાં દર્શન-જ્ઞાન-તપ-વૈરાગ્ય ચારિત્ર આદિ ગુણોની શ્રીપાલ રાસ * 313