________________
ગુજરાતી ભાષામાં ‘શ્રીપાલરાસ (સાર્થ)'ના નામથી કરેલી રચના પાટણ જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત (૨) સિદ્ધસેન કવિ દ્વારા સંવત ૧૫૨૮માં રચિત શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય' સંવેગી ઉપાશ્રય, અમદાવાદમાં છે. (૩) સુખસાગર દ્વારા સં. ૧૭૬૪માં રચિત ‘શ્રીપાલ નરેન્દ્ર ચિરત્ર' (બાલાવબોધ) પાટણ જ્ઞાનભંડારમાં છે, (૪) શ્રી ચંદ્રકીર્તિસૂરિ દ્વારા સંવત ૧૮૨૩માં લખેલ શ્રી સિદ્ધચક્રયંત્રોદ્વા૨ વિધિ' એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં છે. (૫) ખરતરગચ્છના શ્રીલાલચંદ દ્વારા ૧૮૩૭માં મારૂ ગૂર્જર પદ્યમાં રચિત ‘શ્રીપાલરાસ' કોબા જ્ઞાનભંડારમાં છે. (૬) કેશવ દ્વારા સંવત ૧૮૭૭માં રચિત ‘સિદ્ધચક્રયંત્ર સહ શ્રીપાલ કથા' (સંસ્કૃત ગદ્ય) કોબા જ્ઞાનભંડારમાં છે. ઉપરોક્ત રચનાઓ તથા બીજી પણ અજ્ઞાત શ્રમણ ભગવંતો દ્વારા સંસ્કૃત, પ્રાકૃત અને મારૂ ગૂર્જરમાં રચિત સર્વ રચનાઓનો આધાર ફિસિરિસિવાલ કહા' જ હોવાનું અનુમાન થાય છે.
તેવી જ રીતે શ્રીપાલ રાસના એક મહાન ગ્રંથની રચના સં. ૧૭૩૮મા વર્ષે રાંદેર નગ૨માં (સુરત) ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પ્રારંભ કરી તેની પૂર્ણાહુતિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ કરી. આ રાસ લોકભોગ્ય અને લાલિત્યપૂર્ણ ભાષામાં તેમ જ રોચક શૈલીમાં બનેલી એક પ્રૌઢ કથામય રચના છે. સંપૂર્ણ ગ્રંથ ૧૨૫૨ ગાથાપ્રમાણ મારૂ ગુર્જર ભાષામાં છે, જે અધ્યાત્મ અને તત્ત્વથી અલંકૃત એક અલૌકિક અને અજોડ કૃતિ છે. એમાં નવપદજીનો ખૂબ જ વિસ્તારથી ઉલ્લેખ મળે છે. સાથેસાથે ગ્રંથ લખતી વખતના મહોપાધ્યાયજીના અંગત અનુભવોનો પણ ઉલ્લેખ મળે છે. એમાં સર્વમાન્ય ન્યાયવિશારદ, આધ્યાત્મિક શિરોમણિ, મહાનતાર્કિક મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ એમનું હાર્દિક યોગદાન આપેલ હોવાથી આ ગ્રંથચના અતિશય મહિમાવંત અને શ્રદ્ધાપાત્ર હોવામાં કોઈ બેમત નથી અને તેથી જ સમય પસાર થયે આ ગ્રંથનો મહિમા સર્વત્ર ફેલાય તથા શ્રી જિનશાસનમાં આયંબિલની બન્ને શાશ્વતી ઓળીઓમાં એનું ગાન અને એના ઉપર વ્યાખ્યાન આપવાનો પ્રારંભ થયો. આ દૃષ્ટિથી શ્રીપાલરાસ' વર્તમાનકાળે અનેક જૈન કથા રચનાઓમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતો હોવાથી ઉપરોક્ત મહેચ્છાને પૂર્ણ કરવા માટે શ્રી સિદ્ધચક્રજીની ભક્તિથી સભર ‘શ્રીપાલરાસ’ સર્વશ્રેષ્ઠ જણાયો. સર્વપ્રથમ અમે અમારું ધ્યાન આ મહત્ત્વપૂર્ણ ગ્રંથની પ્રસ્તુતિ કેવી રીતે કરવી એના ઉ૫૨ કેન્દ્રિત કર્યું. તેના અનુસંધાનમાં જૈનશાસનની દુર્લભ,
શ્રીપાલ ાસ * 311