________________
શ્રીપાલ રાસ (રમણીય, દર્શનીય, મનનીય, ચિંતનય, ચિત્ત પ્રશંસનીય, વંદનીય)
ડૉ. ધનવંત શાહ સંશોધક, સંપાદક અને ચિંતક સુશ્રાવક શ્રી પ્રેમલ કાપડિયાએ સને ૨00૫માં શ્રીમદ દેવચંદ્રજી કૃત ચોવીસી જેવો અદ્દભુત ગ્રંથ આપીને જૈન સાહિત્ય ઉદ્યાનને રળિયાત તો કરી દીધું હતું, પણ આ પાંચ ભાગમાં વિસ્તરિત ગુજરાતીમાં ૧૧૧૨ વિશાળ પૃષ્ઠોમાં ૪૦૨ અલૌકિક, અપ્રાપ્ય પ્રાચીન ચિત્રોથી, સુશોભિત આ “શ્રીપાળ રાસ' ગ્રંથ જેને વિશ્વને આપીને જૈન સાહિત્ય અને જિન શાસનને ચિરસ્મરણીય યશ-ગૌરવ અર્પણ કર્યા છે.
આ ગ્રંથ જ નથી પણ આ હરતું ફરતું જૈન સ્થાપત્ય છે, જેનાં દર્શન માત્રથી ધન્યતાની અનુભૂતિ થાય છે.
ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત થયેલ આ ગ્રંથોને હિંદી-અંગ્રેજી ભાષા વૈભવથી સંપાદકના સહધર્મચારિણી સુશ્રાવિકા સુજાતા કાપડિયાએ સુશોભિત કર્યા છે. ધન્યવાદ. અભિનંદન.
આમ ત્રણ ભાષામાં કુલ પંદર ગ્રંથ. ગ્રંથના પૃષ્ઠોની સાઈઝ ૧૫” x ૧૧.૫”ની, જેનું મુદ્રણ જર્મનીમાં થયું, તેજાબરહિત કાગળો અને આ આર્ટ પેપરોનું આયુષ્ય 300 વર્ષનું પ્રમાણિત. માત્ર એક ગ્રંથ ઊંચકવો હોય તો બે હાથે જ ઊંચકી શકાય. વંદન કરવા બે હાથ જોઈએ જ. અને બધા સાથે ઊંચકવાની તો એક માણસની ક્ષમતા જ નહિ – (કુલ ૧૮ કિલો)
પૂ.શ્રી આનંદઘનજી મહારાજ, પૂ.શ્રી દેવચંદ્રજી મહારાજા, ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અને અધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાને, સતત પાંચ વર્ષ સુધી સંશોધન પરિશ્રમ કરી તૈયાર કરેલ આ ગ્રંથને અર્પણ કરતા આ ભવ્યાતિભવ્ય ગ્રંથના પ્રારંભમાં વ્યવસાયે કેમિકલ એન્જિનિયર એવા સંપાદકશ્રી પોતાનો આત્મભાવ પ્રગટ કરતા પ્રસ્તાવનામાં લખે છે :
જેમાં ચારે દિશાઓમાં સિદ્ધાદિ તથા વિદિશાઓમાં આદિ અને અંતિમ બીજ સહિત સમ્યગુ દર્શન-જ્ઞાન-ચરિત્ર-તપ પદો જય પામે છે તે શ્રી સિદ્ધચક્રને હું નમન કરું છું.”
શ્રીપાલ રાસ * 309