________________
જે તે સમયની પાણીની કરકસરથી કરાતો ઉપયોગ સૂચવે છે.
૫. ઢોરોને પાણી ગાળીને પિવડાવવા નીક પાસે કોચરે ગળણું બંધાવ્યાની વાત આવે છે, જેથી તે સમયના મનુષ્યો પ્રાણીઓને પણ સરળતાથી જળ મળી રહે તેની વ્યવસ્થાનાં પરિમાણી જણાય છે. ઉપસંહાર :
કોચર વ્યવહારી રાસનો મુખ્ય વિષય જીવદયા છે. તેનું કારણ એ છે કે ખંભાતમાં ગયેલ કોચર વ્યવહારી વગેરે શ્રાવકોને સુમતિસાધુસૂરિએ જીવદયા ઉપર વિસ્તૃત પ્રવચન આપ્યું હતું. તે તક ઝડપીને કોચર વ્યવારીએ બહુચરાજી માતાના મંદિરમાં થતા પ્રાણીઓના વધની હકીકત સૌ સમક્ષ જણાવી હતી અને સાજણસાની સહાયથી રાજનીતિ વાપરી તે જીવવધ સહિત ૧૨ ગામોમાં સૂક્ષ્મ જીવોની પણ જીવદયા પળાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ રાસના અધ્યયનથી એટલો ઉપસંહાર નીકળે છે કે જો મનમાં જીવદયા પ્રતિ પાલન કરવા-કરાવવાનો ઉદ્દેશ્ય હોય તો પદ્ધતિસર વિચારીને અમલ કરાતાં તેમાં અવશ્ય સફ્ળતા મળે છે.
સંદર્ભગ્રંથ
૧. સુમતિનાહ ચિરયમ્, આચાર્ય સોમપ્રભસૂરિ
પ્રસ્તાવના
પૃષ્ઠ-૨૨, આત્માનંદ જૈનસભા, ભાવનગર
२. प्राकृत भाषा और साहित्यका आलोचनात्मक इतिहास
ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, તારા પબ્લીકેશન, કમચ્છા, વારાણસી, ૧૯૯૬
કુમારપાળ રાસ ઋષભદાસજી
૩. જૈન સિદ્ધાંત ભાષા ભાગ-૧૧
-
લેખક : પંડિત પરમાનંદ શાસ્ત્રી
લેખ : “અપભ્રંશ માવાન ાત” પૃષ્ઠ રૂ સે ૪૦
૪. જૈનપરંપરાનો ઇતિહાસ ભાગ-૨ પૃષ્ઠ ૧૧૫
૫. સૌવર્ણ કલ્પસૂત્રની પ્રશસ્તિ
દેસલસેહરામાં થયેલ શિવશંકરની દેવલ દેએ ઉપકેશ ગચ્છીય કક્કસૂરિના ઉપદેશથી વાચનાચાર્ય વિત્તસારને સં. ૧૫૧૬માં ચૈત્ર સુદ ૮ને રવિવારે વહોરાવી હતી. ત્યાં દેસલસેહરાને દેસલવંશ તરીકે બતાવ્યો છે.
કોચર વ્યવારીનો ચસ * 307