________________
तास
नोमि
महत् महंत
महंत મહંત ૧૧૫ तस्य तस्स
તાસ ૧૧૯ नवमी
नोमि નુંમિ ૧૨૨ કોચર વ્યવહારી રાસમાં આવતા વિવિધ પાત્રોના ઉલ્લેખ:
કોચર વ્યવહારી એ ખૂબ અપ્રસિદ્ધ પાત્ર છે. તેમણે પળાવેલી અહિંસા નોંધણીય જરૂર છે, પરંતુ તેમનું ચરિત્ર ઇતિહાસમાં તે ક્યાંક છુપાઈને પડ્યું છે. તેમાં પ્રયોજાયેલાં પાત્રો અંગે સંશોધન કરતાં કેટલા ઉલ્લેખો મળ્યા છે. જે અત્રે આપવામાં આવ્યા છે. (૧) કોચર શાહ વિશે સંશોધન કરતાં એવો ઉલ્લેખ મળી આવે છે કે તેનો કાર્યકાળ વિ.સં. ૧૫મી શતાબ્દીનો પૂર્વાર્ધ હોઈ શકે. (૨) સાજણસી વિશે પણ એવો ઉલ્લેખ મળે છે કે વિ.સં. ૧૪૪રમાં તે જગતના જીવોના કલ્યાણ માટે થયો. સંભવ છે કે આ ઘટના સં. ૧૪૪રમાં બની હોય. રાસમાં ઉલ્લેખ મળતો નથી પણ સાજણસીએ (સજ્જનસિંહ) પછી શત્રુંજય તીર્થ ઉપર આ ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું અને સંભવતઃ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. આથી તે “સાધુ” તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા હતા. (૩) મહાકવિ દેપાલ તે ભોજક જ્ઞાતિનો જૈન હતો. આ એ વાત ઉપરથી સિદ્ધ થાય છે કે રાસમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે દેપાલ, કોચર પાસે આવ્યો ત્યારે કોચર તેમને ઉદ્દેશીને કહે છે કે “લેયો રે ઠાકુર તમ જે ભાવ” એટલે કે દેપાલને ઠાકુર શબ્દથી સંબોધ્યો છે. અને ઠાકુર એ ભોજકોનું બિરુદ છે, જે સુપ્રસિદ્ધ છે. તેની ઘણી રચનાઓ હાલમાં પ્રાપ્ત થાય છે, જે આ મુજબ છે.
૧. સ્થૂલભદ્ર કક્કાવલી ૨. ચંદનબાલા ચોપાઈ ૩. હરિયાળી ૪. સં. ૧૫રરમાં રચેલી વ્રજસ્વામીની ચોપાઈ ૫. આર્દ્રકુમાર સૂડ ૬. રોહિણીયા ચોરનો રાસ ૭. જાવડશા રાસ ૮. શ્રેણિક-અભયકુમાર ચરિત ૯. સં. ૧૫૨૨ના અષાઢ સુદિ ૧૫ના રોજ રચેલો જેબૂસ્વામી પાંચ
કોચર વ્યવહારીનો ચસ 305