________________
ભવ રાસ.
૧૦. સ્થૂલિભદ્ર ફાગ (ટૂંક : ૨૭)
૧૧. “મંગલદીવો” – જે હાલમાં પ્રત્યેક શ્વેતામ્બર તપાગચ્છ શ્રી સંઘનાં જિનાલયમાં આરતી બાદ મંગલદીવા તરીકે અરિહંત ભગવાનની આરતીમાં બોલાય છે.
દિપાલ ભણે એણે એ કલિકાલે આરતી ઉતારી રાજા કુમારપાલે.
દેપાલ તે વખતના પ્રસિદ્ધ કવિઓમાંનો એક હતો. તેટલા જ માટે તેના પછી થયેલ સુપ્રસિદ્ધ કવિ શ્રાવક ઋષભદાસ પોતાના સંવત ૧૯૭૦ના ભાદરવા સુદ-૧ને ગુરુવારે ખંભાતમાં બનાવેલા “કુમારપાલ રાસ”માં બીજા કવિઓ સાથે દેપાલનું નામ પણ ઉલ્લેખી પોતાની લઘુતા દર્શાવે છે.
આર્ગેિ જે મોટા કવિરાય, તાસ ચરણરાજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કરતિ કરો | પ૩ ||
હંસરાજ વાછો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ; સુસાધુસ સમરો સુરચંદ, શીતલવછન જિમ સારદસંચ || ૫૪ ||
કોચર વ્યવહારીના સમયનું સામાજિક જીવન:
કોચર વ્યવહારી રાસ પરથી કેટલાક સમાજજીવનને લગતા નિયમો આંખ સામે તરી આવે છે.
૧. ભૌતિક સુખની અપેક્ષાએ માત્ર અંધશ્રદ્ધાથી પ્રાણીઓનો વધ બહુચર માતાના મંદિરમાં કરાતો હતો. જે-તે સમયની કનિષ્ઠ માનસિકતા સૂચવે છે.
૨. પરગામથી ખંભાત આવેલા કોચર ને ખંભાતના શેઠ સાધર્મિક ભાવથી આગલી હરોળમાં બેસાડે છે, જે જૈન સાધાર્મિક ભાઈઓનો પરસ્પર બહુમાન સૂચવે છે.
૩. સાજણસા અને કોચર સુલતાનને મળવા પાલખીમાં જાય છે. જે તે સમયની શેઠાઈની નિશાની ગણાતી હતી. મોટા હોદ્દેદારો અને માનવંત પુરૂષો મોટા ભાગે પાલખીમાં જ બેસતા હતા.
૪. નગરની સ્ત્રીઓ પાણી લેવા ગામ બહાર સરોવરમાં જતી હતી.
306 * જૈન ચસ વિમર્શ