________________
‘શ્રીપાલરાસ’ ઉપર સચિત્ર ગ્રંથ પ્રકાશિત કરવાનું અમારું મુખ્ય કારણ એ છે કે, સિદ્ધચક્ર પૂજનમાં જવાના પ્રસંગો ઉપસ્થિત થતા એનાથી ચિત્તની પ્રસન્નતા વધી અને અંતરમાં ઉલ્લાસનો અનુભવ થયો. તેથી તેના પ્રત્યે ભક્તિભાવપૂર્વકનું બહુમાન જાગ્યું. જીવનમાં પ્રાપ્ત થયેલા આવા અમૂલ્ય આનંદનો અનુભવ કરતા કરતા એક ધન્ય ઘડીએ નવપદાત્મક સિદ્ધચક્રજીના રહસ્યો, ઇતિહાસ, ફળાદિ વિષયક જાણકારી રુચિ પ્રગટી અને આ વિષય ઉપર એક વિશાળ ગ્રંથસંગ્રહ સંપાદન કરવાની મહેચ્છા પ્રગટી.
સંશોધન કરતાં જાણ્યું કે –
શ્રી સિદ્ધચક્રનું ઉદ્ધરણ વિદ્યાનુવાદ નામના નવમા પૂર્વમાંથી થયું છે. તે અંગે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશનનો પ્રાપ્ત પાઠ અહીં પ્રસ્તુત કરીએ છીએ.
"ज्ञानवद्भिः समाम्नातं वज्रस्वाम्यादिभिः स्फुटम् । विद्यानुवादात्समुद्धत्य बीजभूतं शिवश्रियः ॥ ७४ ॥ जन्मदावहुताशस्य प्रशान्तनववारिदम् । પુરુષવેશદજ્ઞા સિદ્ધવ વિચિન્તયેત્ | ૭૬ ”
મૂળાર્થ : વિદ્યાનુવાદ (નામના પૂર્વ) થી સમ્ય રીતે ઉદ્ધરણ કરીને વજસ્વામી વગેરે વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા સ્પષ્ટરૂપે પ્રમાણિત, મોક્ષલક્ષ્મીનું બીજ અને જન્મરૂપી દાવાનળથી બળેલા (જીવો) માટે પ્રશાન્તકારી નૂતન મેઘ સમાન શ્રી સિદ્ધચક્રને ગુરુના ઉપદેશથી જાણીને તેનું) ચિંતન-મનન કરવું જોઈએ.
ઉપરોક્ત પાઠ શ્રી સિદ્ધચક્રની પ્રાચીનતા સિદ્ધ કરે છે. વર્તમાનમાં ઉપલબ્ધ સાહિત્ય પૈકી તેની સર્વપ્રથમ રચના સંવત ૧૪૨૮માં સિરિસિરિવાલ કહાના નામથી પ્રાકૃત ભાષામાં નાગોરી તપાગચ્છીય પૂ. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીએ કરી. ત્યાર બાદ તે ગ્રંથની અનેક હસ્તપ્રતો શ્રમણ ભગવંતો, વિદ્વાનો અને વિભિન્ન સંઘો દ્વારા ઘણા સમય સુધી વિવિધ રીતે પ્રકાશિત થઈ હશે. પૂ. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીની શિષ્ય પરંપરામાં પૂ. શ્રી હેમચંદ્રજી સાધુએ સંવત ૧૫૭૫ વર્ષ આસો સુદ-૧૫ના શનિવારે લિપિબદ્ધ કરેલી હસ્તપ્રત હાલ કોબા જ્ઞાનભંડારમાં ઉપસ્થિત છે. એ પછી બીજા મહાત્માઓએ, જેમ કે (૧) અચલગચ્છાલંકાર મુનિ શ્રી જ્ઞાનસાગરજીએ
310 * જૈન રાસ વિમર્શ