________________
- પર્વત જેવા : પર્વત કે પથ્થર ગમે તેટલા પાણીએ પણ જેમ પલળે નહિ તેમ સાંભળે પણ કશી અસર થાય નહિ. ૫. કર્ક-કાચબા જેવા : કાચબો જેમ ડોળા કાઢવા સિવાય કંઈ કરી શકતો નથી. તેમ માત્ર ડોળા કાઢનાર. ૬ મક-મચ્છર જેવા: મચ્છર જેમ જેનું લોહી પીએ જેમ જેને દંશ દે તેમ ઉપદેશ દેનારને ડંસ દેનારા – હેરાન કરનારા ૭. મૃત મડદા જેવા : મડદાની માફક ચેતનહીન જેવા બનીને સાંભળનારા. ૮. ચાળણી જેવા : ચાળણીમાંથી આટો નીકળી જાય ને થૂલું રહી જાય, તેમ સારને તજી અસારને ગ્રહણ કરનારા. ૯. સછિદ્ર કુંભ જેવા કાણા ઘડામાં પાણી રહે નહિ તેમ સાંભળે ખરા પણ યાદ કાંઈ રાખે નહિ. ૧૦. વ્યાલ- સર્પ જેવા : સાપને દૂધ પીવા આપો તો યે તેનું ઝેર બનાવે. તેમ સારી વાતને ખરાબ રૂપે જ લેનારા. ૧૧. ઇન્દુ-ચન્દ્ર જેવા : ચન્દ્ર જેમ સૌમ્યતાને ધરનારો છે તેમ હૃદયના સૌમ્ય સ્વભાવવાળા. ૧૨. પશુ જેવા : પશુમાં જેમ વિવેક નથી હોતો તેમ વિવેક વિનાના ૧૩. માર્ગાર બિલાડા જેવા બિલાડો જેમ શિકારની શોધમાં ફરે છે તેમ વક્તાના છિદ્રો જોવાને જ તલપાપડ થનારા. ૧૪. જલના ઓઘ એટલે સમૂહ જેવા : પાણીનો સમૂહ જ્યાં નીચાણ હોય તે દિશાએ વહે ને ખાડો હોય ત્યાં ભરાય. તેમ હલકી મનોવૃત્તિના પોષક રૂપ ઉપદેશમાં જ રાચનારા અને તેવા જ ઉપદેશકોના શ્રોતા થનારા. વળી કવિરાજ કહે છે કે હે ભવ્યો! ધર્મોપદેશનું શ્રવણ કરનારા શ્રોતા જે ચૌદ ગુણોએ સહિત હોય તેને તે ચૌદ ગુણો સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ દેનારા થાય છે. તે ચૌદ ગુણ : ૧. વક્તા ઉપર ભક્તિ ૨. ગર્વરહિતપણું ૩. શ્રવણને રુચિ ૪. ચંચળતાનો અભાવ ૫. મર્મજ્ઞપણું ૬. પ્રશ્ન કેમ, ક્યાં ને ક્યારે થાય એ વગેરેનું જ્ઞાન. ૭. બહુશ્રુતપણું એટલે જેણે ઘણું વાંચ્યું હોય અને સાંભળ્યું હોય તે ૮. અપ્રમતપણું ૯. આંખમાં નિદ્રાનો અભાવ. ૧૦. ઉત્તમ બુદ્ધિ ૧૧. દાનશીલતા ૧૨. વિકથાનો ત્યાગ ૧૩. ઉપકાર કરનાર ઉપર પ્રીતિ દાખવનાર ૧૪. નિન્દાનો ત્યાગ.
કવિરાજે શ્રોતાના ચૌદ ગુણ બતાવ્યા. તે જ રીતે વક્તાના ચૌદ દેખાડે છે. તે ચૌદગુણો: ૧. વચન શક્તિવાળો ૨. વિસ્તાર અને સંક્ષેપનો જ્ઞાતા ૩. પ્રિય કહેનાર ૪. અવસરે ચિત્તને જાણનારો ૫. સત્યવાદી ૬. સંદેહ છેદનારો ૭. સઘળાં શાસ્ત્રોમાં નિપુણ ૮. વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો. ૯. સંપૂર્ણ અંગવાળો ૧૦. લોકોને રંજન
મહાસતી સુરસુંદરી રાસ +167