________________
સારથિને કહ્યું પરદેશી રાજા અધાર્મિક છે ત્યાં કેમ આવું?
ચિત્તસારથિએ પ્રત્યુત્તર આપ્યો. શ્વેતાંબિકા નગરીમાં ઘણાં ઈશ્વર, તલવર, સાર્થવાહ વગેરે ઘણા ધાર્મિક વળી આપના પધારવાથી પરદેશી રાજાને પણ ધર્મની સમજણ મળશે એમ લોકો રહે છે.
કેશી નામના કુમાર શ્રમણ વિચરતા-વિચરતા પધાર્યા. શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવીને ઊતરવાની આજ્ઞા લઈને સંયમ, તપથી આત્માને ભાવિત કરતા રહ્યા.
ચિતસારથિ-પરદેશી રાજા રથમાંથી ઊતરતા ઊતરતા કેશીકુમાર શ્રમણ પર દૃષ્ટિ પડી.
પરદેશી રાજાએ ચિત્તસારથિને કહ્યું – આ પુરુષ અવધિજ્ઞાન સંપન્ન છે અને જીવ તથા શરીરને ભિન્ન માનનારા છે? ચિત્તે કહ્યું : હા.
પરદેશી રાજા કેશીકુમાર શ્રમણ પાસે જાય છે.
કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું – જ્ઞાનના પાંચ પ્રકાર – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાનના ચાર પ્રકાર અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, શ્રુતજ્ઞાનના બે પ્રકાર અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, અવધિજ્ઞાનના બે પ્રકાર - ભવ પ્રત્યયિક, ક્ષાયોપરામિક, મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર – ઋજુમતિ, વિપુલમતિ, કેવળજ્ઞાન અરિહંત ભગવંતોને હોય છે. પાંચ ઇન્દ્રિયોને મનની સહાયતાથી પદાર્થનું જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહે છે. ઇન્દ્રિય કે મનની સહાય વિના સાક્ષાત આત્મા રૂપી પદાર્થોનું, ક્ષેત્રનું જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહે છે. સમસ્ત જીવોના. મનોગત ભાવોને જ્ઞાન થાય તેને મન:પર્યવજ્ઞાન કહે છે. સમસ્ત દ્રવ્યોને તથા ત્રણે કાળને, ત્રણ લોકને જે જાણે છે તે કેવળજ્ઞાન કહે છે.
રાજાએ કેશીશ્રમણને કહ્યું કે આત્માને જાણવા જોવા શોધવા પ્રાપ્ત કરવા મેં ઘણા પ્રયોગો કરી જોયા છે પણ તે પ્રયોગોમાં મને નિષ્ફળતા મળી છે. હું આત્માને જોઈ શક્યો નથી. મારા તે પ્રયોગોના અંતે હું એ નિર્ણય પર આવ્યો છું કે શરીરથી જુદો કોઈ આત્મા નથી. આત્મા કહેવો જ હોય તો શરીરને જ આત્મા કહેવો પડશે. જે શરીર છે તે જ આત્મા છે તે જ શરીર છે. અનેક તર્કો દ્વારા પણ શરીર અને આત્મા એક છે તે જ વાત સિદ્ધ થાય છે. આત્મા નથી તેથી પુણ્ય પાપ, પુર્નજન્મ પણ નથી. પરદેશીએ કેશી શ્રમણ સમક્ષ નીચે પ્રમાણે દસ તર્કો રજૂ કર્યા અને
284 * જૈન રાસ વિમર્શ