________________
કેશી શ્રમણે દૃષ્ટાંત દ્વારા તે તર્કપ્રયોગોમાં જે જે ભૂલ હતી તેનો નિર્દેશ કરીને શરીરથી આત્મા ભિન્ન છે તે સિદ્ધ કર્યું.
(૧) પરદેશી રાજાએ કહ્યું : નરકે ગયેલા મારા દાદા મને અધર્મ ન આચરવાનું કહેવા નરકથી આવ્યા નથી. માટે હું શરીર અને આત્માને એક માનું છું. કેશી શ્રમણ કહે છે રાણી સાથે કામસેવન કરતા પકડાયેલો પુરુષ સ્વજનો પાસે જઈ શકતો નથી તેમ ભયંકર વેદનાદિની પરતંત્રતાના કારણે નાકીઓ અહીં આવી શકતા નથી.
-
(૨) પરદેશી રાજા પ્રશ્ન કરે છે – દેવલોકમાં ગયેલા મારા દાદી મને તેના વહાલા પૌત્રને ધર્મ આચરવાનું કહેવા આવતા નથી માટે હું શરીર અને આત્માને એક માનું છું.
કેશી શ્રમણ પ્રત્યુત્તર આપે છે ઃ સ્નાનાદિ કરી મંદિરમાં તો પુરુષ સંડાસમાં જતો નથી. તેમ મનુષ્યલોકની દુર્ગંધિ અને દેવલોકના દિવ્ય કામભોગાદિ કારણોથી દેવો અહીં આવી શકતા નથી.
–
(૩) પરદેશી પુછે છે – લોઢાની કોઠીમાં પુરેલો પુરુષ મરી જાય ત્યારે આત્મા તેમાંથી નીકળે તો કોઠીમાં છિદ્ર કે તડ પડે પણ તેમ થતું નથી. તે મારી માન્યતાને પુષ્ટ કરે છે.
કેશી શ્રમણ શાંત ભાવે વર્ણવે છે સજ્જડ બંધ ઓરડામાંથી અવાજ બહાર નીકળી જાય છે તેમ સજ્જડ બંધ કોઠીમાંથી જીવ નીકળી શકે છે. જીવમાં પર્વતાદિ ભેદીને જવાનું સામર્થ્ય છે.
(૪) પરદેશી રાજા ફરી પ્રશ્ન પૂછે છે લોઢાની કોઠીમાં પૂરેલા મૃત પુરુષના મૃત શરીરમાં કીડા પડે છે. તે કીડાના જીવો કોઠીમાં પ્રવેશે તો કોઠીમાં છિદ્રાદિ પડવા જોઈએ પણ તેમ થતું નથી. આ પ્રયોગ પણ મારી માન્યતાને પુષ્ટ કરે છે.
કેશી શ્રમણ શાંત ચિત્તે જવાબ આપે છે. છિદ્ર વગરના લોઢાને તપાવવામાં આવે ત્યારે તે લોઢામાં અગ્નિ પ્રવેશી જાય છે તેમ કીડાના જીવો કોઠીમાં પ્રવેશે છે. જીવ પૃથ્વી આદિને ભેદીને જવાનું સામર્થ્ય ધરાવે છે. (૫) પરદેશી રાજા આગળ જતા પૂછે છે: યુવાન એકસાથે પાંચ બાણ ફેંકી શકે છે. બાળક એકસાથે પાંચ બાણ ફેંકી શકતો નથી. યુવાવસ્થા અને બાલ્યાવસ્થામાં આત્મા એક જ હોય તો બન્ને અવસ્થામાં એકસરખું સામર્થ્ય રહેવું જોઈએ પણ તેમ થતું નથી. “કેશી શ્રમણ ધીર ગંભીર થતાં
પરદેશી રાજાનો રાસ * 285