________________
પુષ્પમાળાને અને આભૂષણોને વિષયુક્ત કરી દીધાં.
પરદેશી રાજા સ્નાનથી પરવારી ભોજન કરવા માટે સુખપૂર્વક શ્રેષ્ઠ આસન પર બેઠા ત્યારે રાણીએ વિષમિશ્રિત ઘાતક ભોજન પીરસ્યું અને વિષમય વસ્તુ, અત્તરલ, માળા વગેરે સામગ્રી ત્યાં રાખી હતી તે તેને આપી.
તે વિષયુક્ત ભોજન કરતાં જ પરદેશી રાજાના શરીરમાં ઉજ્વલસુખનું નામનિશાન ન રહે તેવી દુખદ, વિપુલ આખા શરીરમાં વ્યાપ્ત, પ્રગાઢ, તીવ્ર કર્કશ, શરીરના સાંધે સાંધા તોડી નાખતી, અપ્રતિજનક પરુષ-દારુણ, નિષ્ફર મટાડવી અશક્ય, રૌદ્ર, તીક્ષણ, દુર્ગ, દુઃસહાય વેદના ઉત્પન્ન થઈ ગઈ. શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થતાં આખા શરીરમાં બળતરા થવા લાગી.
- શરીરમાં વેદના ઉત્પન્ન થતાં જ પરદેશી રાજા સૂર્યકેતા રાણીના કાવતરાને જાણી ગયા. છતાં પણ સૂર્યકેતા રાણી પ્રત્યે મનથી પણ દ્વેષ ન કરતાં, પોતાની પૌષધશાળામાં જઈને તેણે પૌષધ શાળાનું પ્રમાર્જન કર્યું, પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું, ધર્મનું આસન પાથર્યું. ધર્માસન પર તેઓ પૂર્વાભિમુખ પર્યકાસને બેસીને બન્ને હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલિ કરીને બોલ્યા -
સિદ્ધગતિને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને નમસ્કાર હો. અહીં રહેલો હું, ત્યાં બિરાજમાન ભગવાન કેશીકુમાર શ્રમણને વંદન કરું છું. ત્યાં બિરાજિત ભગવાન અહીંથી કરાતા મારા વંદનને સ્વીકારે. પહેલા પણ મેં કેશીકુમાર શ્રમણ પાસે સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. અને અત્યારે પણ હું તે ભગવંતની સાક્ષીએ જીવનપર્યત સુધી સર્વ પ્રકારના પ્રાણાતિપાત સર્વ પ્રકારના પરિગ્રહ, ક્રોધ, માન, મિથ્યાદર્શન પર્વતના અઢારે પાપસ્થાન અને અકરણીય – અનાચરણીય કાર્યોના પ્રત્યાખ્યાન કરું છું. ત્યાં જીવન પર્યંત સર્વ પ્રકારના આહાર-પાણી, મીઠાઈ, મેવા, મુખવાસ આદિ ચારે આહારનો ત્યાગ કરું છું.
આ શરીર કે જે મને અતિ વહાલું છે તેમાં કોઈ રોગાદિ ન થાય તેમ તેનું રક્ષણ કર્યું છે તેવા આ શરીરનો પણ અંતિમ શ્વાસોચ્છવાસ સુધી પરિત્યાગ કરું છું.
આ રીતે અનશન ધારણ કરીને પોતાના અતિચાર, દોષોની આલોચના કરીને તેનાથી પણ નિવૃત્ત થઈને, મૃત્યુના સમયે સમાધિપૂર્વક મૃત્યુ પામીને
પરદેશી રાજાનો રાસ * 291