________________
કોચર વ્યવહારીનો રાસ શ્રી પૌરિક વી. શાહ
ભૂમિકા :
જૈનપરંપરાનું સાહિત્ય ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે : ૧. ચરણકરણાનુયોગ ૨. દ્રવ્યાનુયોગ ૩. ગણિતાનુયોગ ૪. ધર્મકથાનુયોગ (ચરિતાનુયોગ). જૈન ધર્મના અનુયાયી એવા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાને પાલન કરવાના અને અનાચ૨ણ ક૨વા યોગ્ય વ્યવહારોને દિગ્દર્શિત કરાવતું તમામ સાહિત્ય ચરણકરણાનુયોગમાં આવે છે. ષદ્ભવ્યાત્મક લોકમાં તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાયાદિ પરિવર્તનોને બતાવતું સાહિત્ય દ્વિતીય દ્રવ્યાનુયોગમાં સમ્પાદિત કરવામાં આવ્યું છે. જૈન ખગોળ અને ભૂગોળ સંબંધિત ગણતરીનો સમાવેશ કરતાં શાસ્ત્રોને ગણિતાનુયોગમાં અને વીતરાગ પરમાત્માના ઉપદેશના પાલનથી સુખને અપાલનથી દુઃખને પામેલા જીવોના જીવનને બતાવતા કથાનકો આદિ ચરિત્રો તે ચિરતાનુયોગ અર્થાત્ ધર્મકથાનુયોગમાં સમાવેશ થાય છે. આ ઉપરોક્ત ચારેય અનુયોગોમાં સામાન્ય જીવોને ઉપદેશ આપવા માટે ધર્મકથાનુયોગ ખૂબ જ ઉપયોગી છે. કેમ કે ધર્મકથાનુયોગમાં જૈનશાસનના સારરૂપ અનેક સામગ્રીઓ તમામ સ્થાનોમાંથી પ્રાપ્ત થાય છે. આવા રિતકથાનુયોગ અનેક રીતે આલેખન પામેલ જોવા મળે છે જેમ કે સંસ્કૃત શ્લોકબદ્ધ, ગદ્યબદ્ધ, ચમ્પૂ રીતે, તે જ રીતે પ્રાકૃત ભાષામાં પણ અનેક ચરિતો પ્રાપ્ત થયાં છે. અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષામાં પણ વિશાળ ચરિત સાહિત્ય પ્રાપ્ત થાય છે. જૂની ગુજરાતીમાં રચાયેલું સાહિત્ય સામાન્યતઃ ટબારૂપે, રાસરૂપે, શ્લોકોરૂપે વિવિધ પૂજા સંગ્રહરૂપે, ચોપાઈરૂપે, સ્તવનરૂપે અને સજ્ઝાય આદિ રૂપે રચાયેલું જોવા મળે છે.
કોચર વ્યવહારી રાસના કર્તા અને સમય ઃ
આજથી લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે તપાગચ્છાધિપતિ તરીકે વિજયસેન સૂરીશ્વરજીનું શાસન ચાલતું હતું. તેઓની શિષ્યપરંપરામાં કનકવિજ્યજી નામના કવિરાજ મુનિ થયા. અને તેમના શિષ્ય ગુણવિજયજીએ વિ. સં. ૧૬૮૭માં ડીસા નગરે આસો વદી-૯ના દિવસે કોચર વ્યવહારીના રાસને 296 * જૈન રાસ વિમર્શ