________________
હતો. ત્યાંથી ૧૫ કોશ દૂર (આશરે ૪૫ કિ.મી. દૂર) લખમણરાજાએ વસાવેલું સલખણપુર નામનું ગામ હતું. હાલમાં તે શંખલપુર તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં અનેક ધનવાન વણિકો વસતા હતા. તેમાં વિશાપોરવાડ (વીશો પોરવાડ) જ્ઞાતિના વેદોશાહ નામના વેપારી હતા. તેમને વીરમદે નામની પત્ની હતી. તેઓને “કોચર” નામનો નાનપણથી જ ધર્મશીલ અને પ્રતાપર્વત પુત્ર હતો. બાળપણથી જ જીવદયાના પાલનને અનુસરતો હતો.
સલખણપુરથી ૧ ગાઉ દૂર “બહિચર” નામે ગામ છે, જ્યાં લોકપ્રસિદ્ધ બહુચરાજી દેવીનું સ્થાન આવેલું છે. ત્યાં એવી ક્વિદન્તી ચાલતી આવતી હતી કે, “બહિચરનઉ ઊખાણઊ વડલ, ઉદર થકી વાસઈ કૂકડG || ૧૫ ||
એટલે કે “મલેચ્છાએ મારી ખાધેલો બહુચરાજીનો કૂકડો પ્રભાત થતાં મલેચ્છના પેટમાંથી બોલ્યો.” આ ક્વિન્તીના કારણે માતાનો મહિમા વધી ગયો અને માતાના નામે જીવોના ઘાત મોટા પ્રમાણમાં થતો હતો. તે જોઈને કોચરને મનમાં ખૂબ દુઃખ થતું હતું. પરંતુ પોતાનું જોર ઓછું પડતાં તે કાંઈ કરવા અસમર્થ હતો.
એક વખત તે પોતાના ધંધાર્થે ખંભાત ગયો. તે દિવસે ચૌદશ હતી અને તપગચ્છનાયક શ્રી સુમતિસાધુસૂરિ – અન્ય મતે શ્રી દેવસુંદરસૂરિના પટ્ટધર આચાર્ય સાધુરત્નસૂરિ પ્રવચન આપતા હતા. કોચરે ચાલુ પ્રવચને અનેક ધનાઢ્ય શ્રાવકો જે સભામાં હાજર હતા તેમની સમક્ષ ગુરુને વંદન કર્યા. ત્યારે શ્રાવકોએ કોચરને પરગામનો ધર્મબંધુ જાણીને સન્માનથી આગળની હરોળમાં બેસાડ્યો. તે સમયે ત્યાં રાજાના પ્રધાન (“અરડક્કમલ્લ) એવા દેસલસેહરા વંશમાં જન્મેલા સાજણસી શાહ નામના મોટા અને પ્રતિષ્ઠિત, રાજદરબારમાં માનવંત ગૃહસ્થ બેઠો હતો.
રાસમાં કવિએ સાજણસી શાહનું વર્ણન જે રીતે કર્યું છે, તે વાંચતા સાજણસી શાહને ખૂબ જ ધનવંત અને ભૌતિક સુખોથી પરિપૂર્ણ બતાવવામાં આવ્યા છે. તેઓ લખ્યું છે કે,
સંઘમુખ્ય સાજણસી શાહ જ, લિ નિત્ય લષિમીન ઉ લાહ; તિણિ કરિ પુરમાં અધિકઉ વાન, સબલ વલી માંનઈ સુલતાન || ૨૪ || અનુપમ અરડમલ ઓસવાલ,
298 * જૈન ચસ વિમર્શ