________________
તે સમયે સાજણસીના સમર નામે પિતા દિલ્હીમાં બહુ વિખ્યાત અને રાજા દરબારમાં માનવંત હતા. અને તેની સાથે સમરનો ભત્રીજો સારંગ શાહ વસતો હતો. તેમણે પોતાની બુદ્ધિથી ૯ લાખ બંદીવાનોને છોડાવ્યા હતા. સુપ્રસિદ્ધ કવિ “દેપાલ” આ જ મહાનુભાવોને આશ્રિત હતો. જે યાચક તરીકે પણ પ્રસિદ્ધ હતો.
જ્યારે દેપાલ દિલ્હીથી ગુજરાત આવ્યો ત્યારે શંખેશ્વરની યાત્રા કરવા ગયો. ત્યારે તેણે કોચરની ખૂબ પ્રસિદ્ધિ સાંભળી તે સલખણપુર આવ્યો અને વિવિધ રીતે જીવદયા પળાતી જોઈને કોચર ઉપર ખૂબ ખુશ થયો અને કોચરના ઘરે જઈ કોચરના આશીર્વાદ લીધા અને કોચરની કીર્તિની નૂતન કવિતાઓ રચીને સંભળાવી.
બીજઉ એહ કુમારપાલ કરૂણા પ્રતિપાલ, વાંગડ નર વર કાર સાર વયરીનઉ કાલ; ન્યાઈ રામ નરિદ તુલ્ય જગિ રાખ્યઉં નામ, સબલ વસાવી સહિર કીધ જિણઈ દ્વાદશ ગામ. | ૮૮ || વેદનંદન વેદવાક્ય નિરૂપમ ગુણગેહ, પ્રાગવાટકુલ રવિ સમાન નરમાંહિ રહ: વીરમદે વરમાતકૂપ ધરણીતલિ ધન્ય, જેહનઈ કુંઅર જગવદીત કોચર કૃતપુણ્ય [ ૮૯ | જાવડ ભાવડ ભીમાસાહ સમરા સારિંગ, વસ્તુપાલ તેજપાલ વીર જગડૂ ગુણગંગ; મુંજા પુંજા મંત્રિ મુખ્ય સોની સંગ્રામ કોચની તિમ તુંગ મામ મહીઅલી અભિરામ. || ૯૦ ||
આ કવિતાઓ સાંભળી કોચર ખૂબ પ્રસન્ન થયો અને કવિને મનપસંદ ભેટસામગ્રી અપાવીને વિદાય આપી. દેપાલ ત્યાંથી નીકળી ખંભાત ગયો. ત્યાં પણ ગુરુના વ્યાખ્યાન સમયે કેટલીક કવિતાઓ કહીને કોચરનાં ઘણાં વખાણ કર્યાં. કોચરને કલ્પવૃક્ષ સાથે પણ સરખાવ્યો. ત્યાર બાદ દેપાલ શત્રુંજય તરફ ગયો. બીજી તરફ ખંભાતના સાજણસી શાહને દેપાલે કોચરના કરેલા વખાણથી ઈર્ષ્યા થઈ અને તેને મનોમન લાગી આવ્યું કે મારાથી પ્રસિદ્ધ થયેલા કોચરના આટલા બધા વખાણ અને હું કોઈની લેખામાં પણ નથી?
કોચર વ્યવહારનો રસ * 301