________________
હું ઓશવાલ ભૂપાલ કહેવાઉ છું. જ્યારે કોચર દેપાલ જેવા વાચકોને પૈસા આપી પોતાના ગીત ગવરાવે છે અને મને થોડું પણ માન અપાવતો નથી. ખેર! હું તેને કુટુંબ સહિત કેદમાં નંખાવી મારી આ ફજેતીના ફળ દેખાડું. તુરત જ સાજણસી સુલતાન પાસે ગયો અને કોચરના સંબંધમાં કેટલીક આડીઅવળી વાતો ભરાવી સુલતાનની તેના ઉપર અરુચિ ઉત્પન્ન કરાવી. એટલું જ નહીં પરંતુ તેને બાંધીને કેદખાનામાં નંખાવ્યો. આ ઘટના ઘટતાં પ્રજામાં હાહાકાર થઈ ગયો. કોઈ સાજણસીને નિંદવા લાગ્યા તો કોઈ દેપાલને માથે દોષ દેવા લાગ્યા.
જ્યારે દેપાલ શત્રુંજયની યાત્રા કરીને પાછો ખંભાત આવ્યો ત્યારે લોકોને છાની છાની એવી વાતો કરતા સાંભળ્યા કે “એણે ન બોલવાનું બોલીને સાજણસીને ઉશ્કેર્યો અને કોચરને બંધનમાં નંખાવ્યો.” પોતાની કૃતિનું આવું પરિણામ જોઈને દેપાલ બહુ દિલગીર થયો અને તેના પ્રતિકારને માટે સાજણસીની કવિતા બનાવીને તે જ વખતે સભામાં ગાઈ. આ કવિતામાં સાજણસીના ખૂબ વખાણ કર્યા.
સંઘાધિપ સાજણ મન દેઈ સુણિ ઓસવાલ ભૂઆલ, શત્રુકાર સબલ તઈ માંડ્યઉ તું કરૂણા પ્રતિપાલ; તું કીડી કંધૂ નવિ દુહવઈ દુર્બલ દિ આધાર, બિરૂદ સબલ બોલાવઈ ભૂતલિ મહાજન રાય સધાર || ૧૦પ ||
સાથે સાથે એ પણ કહ્યું કે કોચરનો અમલ નષ્ટ કરવાથી બહુચરાજીના પૂજારીઓ ખૂબ ખુશ થયા છે. હવે પાડાઓ વગેરે અનેક જીવોનો વધ થવા લાગ્યો છે. વધુ શું કહું! તારા પ્રતાપે બારે ગામોમાં “અવળી મૂઠે” અમારિ પળાવવા લાગી છે. દેપાલના વચનો પૈકી “અવળી મૂઠે” શબ્દ સાંભળીને સાજણસી ઘણું શરમાયો. તેને અહંકારના અંધાપામાં ભૂલનો અહેસાસ થયો. દેપાલને પોતાના ઘરે લઈ જઈ ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું અને કોચરને કેદખાનામાંથી છોડાવી તેને ૧૨ ગામનો અધિકાર પાછો સોંપાવ્યો. કોચરે જૂનું ભૂલી જઈ પહેલાની માફક ૧૨ ગામોમાં ફરીથી અમારિ પળાવવાનું ચાલુ કરાવ્યું અને ખૂબ પુણ્ય અને કીર્તિ મેળવી. કોચર વ્યવહારી રાસનું બંધારણ :
કોચર વ્યવહારી રાસ એ જૂની ગુજરાતીમાં રચવામાં આવ્યો છે. જેને
302 જૈન રાસ વિમર્શ