________________
રચીને પૂર્ણ કર્યો હતો. તે અંગે રાસમાં અંતે પ્રશસ્તિ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યું છે;
શ્રી તપગચ્છનાયક ગુરુ ગિરૂઆ વિજયસેન ગણધાર રે; સાહ કમાનંદન મનમોહન મુનિ જનનઉ આધાર રે || ૧૯ II તાસ વિનયે વિબુધ કુલ મંડન કનક વિજય કવિરાય રે; જસ અભિધાનિ જાગઈ શુભમતિ દુર્મતિ દુરિત પલાઈ ૨ || ૨૦ || તસ પદપંકજ મધુકર સરિષઉ સહી સરસતિ સુપસાય રે; ઈમ ગુણવિજય સૂકવિ મનહરર્ષિ કોચરના ગુણ ગાઈ રે | ૨૧ | સંવત સોલ સિત્યાશી વરશે ડીસા નયર મઝારિ રે; આસો વદિ નુંમિએ નિરૂપમ કીધઉ રાસ ઉધર રે || ૨૨ ,
પ્રસ્તુત રાસની હસ્તલિખિત પ્રત સં. ૧૭૪૨ના કારતક સુદ ૧૧ ને મંગળવારના દિવસે લિપિબદ્ધ કરાયેલી પ્રાપ્ત થાય છે.
संवत् १७४२ वर्षे कार्तिक शुक्ला-११ भौमदिने लीखीतं
मोढज्ञातीयसमुद्भवः । કોચર વ્યવહારી રાસનું કથાવસ્તુઃ
કોચર વ્યવહારી રાસનો અભ્યાસ કરતાં નીચે મુજબની કથાવસ્તુ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત રાસમાં પ્રધાન વિષય અમારિનું પ્રવર્તન છે. તે સમયે ગુજરાતનું પાટનગર “અણહિલ્લપુર પાટણ” હતું. જે એક સમયે ૪૪૪ ગામનો તાલુકો
કોચર વ્યવહારીનો રાસ +297