________________
લઈને. જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ-પરિમિત વસ્ત્ર ધારણ કરવા, મુંડભાવ, કેશલુંચન, બ્રહ્મચર્ય ધારણ, અસ્નાન, દાંત ધોવા – રંગવાનો ત્યાગ, ઉપાનહ – પગરખાનો ત્યાગ, ભૂમિ પર શયન કરવું, પાટિયા પર સુવું, ભિક્ષા માટે પરગૃહ પ્રવેશ, લાભ-અલાભ, માન-અપમાનમાં સમ રહેવું, અન્ય દ્વારા થતી હિલના, નિંદા, ખિસના, તિરસ્કાર, તર્જની આંગળી ચીંધી-ચીંધીને કરાતો તિરસ્કાર, તાડના, ગૃહો – ધૃણા, અનુકૂળ – પ્રતિકૂળ બાવીસ પરિષહો, કઠોર વચનો સહન કરાય છે, તે સાધ્યની સાધના કરીને ચરમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થશે – સર્વ દુઃખોનો અંત કરશે.
આ પ્રમાણે સૂર્યાભદેવના અતીત, અનાગત, વર્તમાન જીવનપ્રસંગોને સાંભળ્યા પછી ગૌતમ સ્વામીએ કહ્યું – હે ભગવન્! તે એમ જ છે, આપે પ્રતિપાદન કર્યું છે – તેમ જ છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને ગૌતમસ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
પરદેશી રાજાનો રાસ *295