________________
શીલવ્રત, તપવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોવાસ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં મારું જીવન વ્યતીત કરીશ.
આમ પરદેશી રાજા શ્રમણોપાસક થઈ ગયા. અને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા. તથા ધાર્મિક આચાર-વિચારપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા.
પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા ત્યારથી તે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ભંડાર, કોઠાર, નગર અંતઃપુર અને જનપદ તરફ ઉદાસીન રહેવા લાગ્યા.
તે સમયે પરદેશી રાજાના રાજ્યકારભાર આદિ તરફ ધ્યાન ઓછું થવા લાગ્યું ત્યારે સૂર્યકેતા રાણીને મનોમન વિચાર ઉત્પન્ન થયો કે પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, અંત:પુર, જનપદ અને મારાથી પણ ઉદાસીન થઈ ગયા છે તો કોઈ પણ પ્રકારના શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષ પ્રયોગ દ્વારા પરદેશી રાજાને ઠેકાણે પાડી સૂર્યકેત રાજકુમારને રાજગાદી સોંપી, મારે રાજલક્ષ્મીનો ઉપભોગ કરતા અને પ્રજાનું પાલન કરતા રહેવું જોઈએ. સૂર્યકેત રાજકુમારને કહ્યું, “હે પુત્ર પરદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજા મારાથી, જનપદ તથા મનુષ્ય સંબંધી કામભોગોથી વિમુખ બની ગયા છે તેથી શસ્ત્રપ્રયોગાદિ કોઈ પણ ઉપાયે તેમને મારી નાખીને તારો રાજ્યાભિષેક કરીને, રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરતા તથા પ્રજાનું પાલન કરતા રહેવું ઉચિત છે.”
સૂર્યકેતા રાણીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સૂર્યકેત રાજકુમાર પોતાની માતાના આવા ક્રૂર વિચાર સાથે સંમત ન થયો, પ્રત્યુત્તર ન આપતા મૌન રહ્યો.
પોતાના વિચારમાં રાજકુમારની અસંમતિ જાણીને સૂર્યકતા રાણીને આ પ્રમાણે વિચાર આવ્યો કે પરદેશી રાજા આગળ સૂર્યકત કુમાર ક્યાંક મારા રહસ્ય-ભેદને ખુલ્લો કરી દેશે? આમ વિચારી તેણે પરદેશી રાજાને મારવા માટે લાગ, છિદ્ર, દોષો, મર્મ, રહસ્યો, એકાંત અને મોકાને શોધવા લાગી અર્થાતુ રાજાની હિલચાલ ઉપર દૃષ્ટિ રાખીને રાજાને મારવાની તક શોધવા લાગી.
એક દિવસે લાગ જોઈને સૂર્યકેતા રાણીએ પરદેશી રાજાના અશન, પાન આદિ ભોજનને, પહેરવાના વસ્ત્રોને, સૂંઘવા યોગ્ય સુગંધિત વસ્તુને,
290 * જૈન રાસ વિમર્શ