________________
પરદેશી રાજા સૌધર્મ કલ્પના, સૂર્યાભ વિમાનની ઉતપાત સભાની દેવશય્યામાં સૂર્યાભરૂપે ઉત્પન્ન થયા. - તત્કાલ ઉત્પન્ન થયેલા તે સૂર્યાભદેવ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને પાંચમી ભાષા-મન, આ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા. હે ગૌતમ! તે સૂર્યાભદેવે આ દિવ્ય દેવધ્ધિ, દિવ્ય, દેવ દ્યુતિ અને દિવ્ય દેવ પ્રભાવ ઉપાર્જિત કર્યા છે. પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન કર્યા છે.
ગૌતમ પૂછે છે “હે ભગવન! તે સૂર્યાભદેવની સ્થિતિ કેટલી છે?” ભગવનું - હે ગૌતમ! તેમની સ્થિતિ ચાર પલ્યોપમની છે.
ગૌતમ ફરી પ્રશ્ન કરે છે, “હે ભગવન્! તે સૂર્યાભદેવ આયુષ્યક્ષય, ભવક્ષય, સ્થિતિક્ષય કરીને, દેવલોકથી અવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાન કહે છે, હે ગૌતમ! તે સૂર્યાભદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સમૃદ્ધ અને પ્રભાવક, વિપુલ – મોટા કુટુંબ પરિવારવાળા, ઘણાં ભવનો, શય્યાઓ, આસનો, પાન-વાહનો, ધન, સોનું, ચાંદીવાળા અર્થોપાર્જનના વ્યાપારમાં કુશળ, ગરીબોને વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી આદિ આપનારા, સેવા માટે ઘણા દાસદાસીઓવાળા, વિશાળ સંખ્યામાં ગાય, ભેંસ, ઘેટા વગેરે પશુધન વાળા અને ઘણા લોકોના આદર્શભૂત એવા કોઈ એક પ્રસિદ્ધકુળમાં પુત્રરૂપે ઉત્પન થશે.
તે બાળક ગર્ભમાં આવતા જ માતા-પિતા ધર્મમાં દૃઢપ્રતિજ્ઞાવાનશ્રદ્ધાવાન થશે. ગુણોથી યુક્ત, પ્રમાણોપેત શરીરવાળા, સુજાત, સર્વાંગસુંદર, ચન્દ્રતુલ્ય સૌમ્ય આકારવાળી, નમણાં, પ્રિયદર્શિની અને સ્વરૂપવાન પુત્રને જન્મ આપશે.
તે બાળકના માતા-પિતા પ્રથમ દિવસે કુળપરંપરા પ્રમાણે બાળકનો જન્મોત્સવ કરશે, ત્રીજા દિવસે ચન્દ્રદર્શન, સૂર્યદર્શન કરાવશે, છઠ્ઠા દિવસે રાત્રિ જાગરણ કરશે, અગિયાર દિવસ પૂર્ણ થશે એટલે બારમા દિવસે અશુચિ જાતકર્મ કરશે અર્થાત્ સૂતકથી નિવૃત્ત થશે, ઘરને સાફ કરી, લીપીને શુદ્ધ કરશે અને વિપુલ માત્રામાં આહાર, પાણી, મીઠાઈ, મુખવાસ વગેરે ચારે પ્રકારની ભોજનસામગ્રી બનાવશે અને મિત્રજનો, બંધુ આદિ જ્ઞાતિજનો, પુત્રાદિ નિજજનો, કાકાદિ સ્વજનો, શ્વસુરાદિ સંબંધીજનો અને દાસ-દાસાદિ પરિજનોને ભોજન માટે આમંત્રિત કરીને સ્નાન કરીને, અલંકત થઈને ભોજન મંડપમાં શ્રેષ્ઠ આસન પર સુખપૂર્વક બેસીને, મિત્રો, પરિજનો સાથે વિપુલ
292 * જૈન ચસ વિમર્શ