________________
અને વંદન કરી કહ્યું - હે ભગવન! મારે પસ્તાવું ના પડે તેવું હું નહીં કરું. હું આપ દેવાનુપ્રિય પાસેથી કેવળી પ્રરૂપિત્ત ધર્મ સાંભળવા ઈચ્છું છું.
કેશીકુમાર શ્રમણ પ્રત્યુત્તર આપે છે – હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો, વિલંબ ન કરો. ચિત્તની જેમ પરદેશી રાજા વગેરેને મુનિધર્મ અને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર બાદ પરદેશી રાજાએ પણ ચિત્ત સારથિની જેમ શ્રાવકના બાર વ્રતને અંગીકાર કર્યા.
કેશીકુમાર શ્રમણે પરદેશી રાજાને કહ્યું – આચાર્ય કેટલા પ્રકારના હોય? ત્રણ પ્રકાર. કલાચાર્ય, શિલ્પાચાર્ય, ધર્માચાર્ય, કલાચાર્ય અને શિલ્પાચાર્યના શરીર પર ચંદન આદિનો લેપ, તેલ આદિનું માલિશ કરવું,
સ્નાન કરાવવું, પુષ્પ આદિ ભેટરૂપે ધરવાં. કપડા આદિને સુરભિગંધથી સુગંધિત કરવાં, આભૂષણો આદિથી શણગારવા, આદરપૂર્વક જમાડવા, આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન દેવું અને પુત્રોના પુત્રોનું ભરણપોષણ થઈ શકે તેવી આજીવિકાની વ્યવસ્થા કરવી જોઈએ. ૭૨ કલાનું જ્ઞાન આપનાર કલાચાર્યની અને શિલ્પનું શિક્ષણ આપનાર શિલ્પાચાર્યની આ વિનય પ્રતિપત્તિ છે.
ધર્માચાર્યને જોતાં જ તેમને વંદન-નમસ્કાર કરવા સત્કાર કરવો, સન્માન કરવું, કલ્યાણ મંગલદેવ સ્વરૂપી તેમની પપાસના કરવી તથા અચિત અને નિર્દોષ અશન પાન ખાદ્ય, સ્વાદ્ય ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરવા, પાઠીયારા, પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ ગ્રહણ કરવા માટે ભાવના ભાવવી જોઈએ. આ ધર્માચાર્યની વિનય પ્રતિપત્તિ છે.
કેશીકુમાર શ્રમણ પરદેશી રાજાને કહે છે – આ પ્રકારની વિનય પ્રતિપત્તિ જાણતા હોવા છતાં અત્યારસુધી મારી સાથે જે પ્રતિકૂળ વ્યવહાર તથા પ્રવૃત્તિ કર્યા છે તેની ક્ષમા માગ્યા વિના જ શ્વેતાંબિકાનગરી તરફ જવા કેમ ઉતાવળા થાઓ છો. આમ કેશીકુમારે વિનવધર્મ સમજાવવા મધુર ટકોર કરી.
કેશીકુમારની આવી ટકોર સાંભળ્યા પછી પરદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું છે કે ભગવન્! અત્યાર સુધી હું આપની સાથે પ્રતિકૂળ વત્યું છું, તે સાચું પરંતુ મનમાં એવો વિચાર ઉદ્દભવ્યો છે કે કાલે સવારે રાત્રિ વ્યતીત થાય, પ્રતિકાલીન કિંચિત માત્ર પ્રકાશ થાય, વધુ સ્કુટ પ્રકાશ થાય. અર્થાત્ હો ફાટે, કમળોને વિકસિત કરતું અને મૃગનાં નયનોને ઈષદ ઉન્મલિત
288 * જૈન રાસ વિમર્શ