________________
કહે છે” – યુવાન પુરુષ જુના ખવાઈ ગયેલા બાણથી પાંચ તીર છોડી શકતા નથી. તેમ બાળકનું આવડતરૂપી ઉપકરણ ખામીવાળું છે તેથી તે એકસાથે પાંચ બાણ છોડી શકતો નથી.
૬) પરદેશી રાજા ફરી પ્રશ્નોત્તરી માટે ગંભીરતાથી કહે છે : “તરુણ પુરુષની જેમ વૃદ્ધ પુરુષ લોખંડ વગેરે ભારને ઉપાડી શકતા નથી. તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એક જ આત્મા હોય તો બંને સમયે સમાન સામર્થ્ય રહેવું જોઈએ પણ તેમ થતું નથી.”
કેશી શ્રમણ જવાબ આપે છે – “તરુણ પુરુષ પણ જૂના ખવાઈ ગયેલા ટોપલાથી લોખંડાદિ ભારને વહન કરી શકતા નથી તેમ વૃદ્ધ પાસે શક્તિરૂપી સાધનની ખામી છે તેથી તે ભાર ઉપાડવા અસમર્થ છે.”
(૭) પરદેશી રાજા ફરી સવાલ કરે છે – “જીવંત પુરુષને અને તેના મૃત શરીરને વજન કરતાં બન્નેના વજનમાં અંશમાત્ર ફેર પડતો નથી. જીવા ચાલ્યો જાય તો મૃત શરીરનું વજન ઓછું થવું જોઈએ તેમ થતું નથી.”
કેશી શ્રમણ વર્ણવે છે. “ખાલી અને હવા ભરેલી મશકના વજનમાં ફરક પડતો નથી. તેમ જીવ ચાલ્યા ગયા પછી મૃત શરીરના વજનમાં ફરક ન પડે. જીવ અરૂપી છે. અગુરુલઘુ છે. તેથી જીવને વજન નથી. | (૮) પરદેશી રાજા ફરી પ્રશ્ન સર્જે છે; “જીવતા પુરુષમાં અને તેના ટુકડે ટુકડા કરી તે ટુકડાનું નિરીક્ષણ કરતાં એક પણ ટુકડામાં જીવ દેખાતો નથી.”
કેશી શ્રમણ જણાવે છે અરણીના લાકડામાં તેના ટુકડાનું નિરીક્ષણ કરતાં એક પણ ટુકડામાં અગ્નિ દેખાતો નથી. જીવ અરૂપી છે તે ચક્ષુગ્રાહ્ય નથી. | (૯) પરદેશી ફરી પ્રશ્ન પૂછે છે – “હથેળીમાં રહેલા આમળાની જેમ જીવ દેખાય તો જીવ અને શરીરને ભિન્ન માનું.”
કેશી શ્રમણ જવાબ આપે છે “વાયુથી ઝાડ-પાન હલે છે. હલતા ઝાડપાન દેખાય છે પણ વાયુ દેખાતો નથી. અનુભવાય છે, તેમ અરૂપી આત્મા દેખાતો નથી પણ અનુભવાય છે.”
(૧૦) પરદેશી રાજા છેલ્લે પ્રશ્ન કરે છે – “શરીરથી ભિન્ન આત્મા હોય તો એક જ આત્મા કંથવા અને હાથીના નાના મોટા શરીરમાં કેમ સમાઈ શકે?”
286 જૈન રાસ વિમર્શ