________________
ચિત્તસારથિએ કેશીકુમાર શ્રમણને ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા.
કેશીકુમાર શ્રમણે ચિત્તસારથિ આદિ વિશાળ પરિષદને ચાતુયામિ ધર્મનો ઉપદેશ આપ્યો.
પ્રદક્ષિણાપૂર્વક વંદન – નમસ્કાર કરી કહ્યું – “હે ભગવાન! નિગ્રંથ પ્રવચન ઉપર હું શ્રદ્ધા રાખું છું. હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત મૂલક બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું.” ચિત્તસારથિની ભાવનાને જાણીને કેશીકુમાર શ્રમણે કહ્યું – “હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો પણ વિલંબ ન કરો.”
ત્યારે ચિતસારથિએ કેશીકુમાર શ્રમણ પાસેથી પાંચ અણુવ્રત, સાત શિક્ષાવૃતરૂપ શ્રાવક ધર્મનો અંગીકાર કર્યો અને જે દિશામાંથી આવ્યા હતા ત્યાં પરત ફર્યા.
મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે ચાર મહાવ્રતનું વિધાન છે. કેશીકુમાર શ્રમણ ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હોવાથી તેમણે ચાર મહાવ્રતરૂપ શ્રમણધર્મનો ઉપદેશ આપ્યો. મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ ચતુર્થ મહાવ્રતમાં સમાવેશ કરે છે.
વ્રતગ્રહણ કર્યા પછી તે ચિતસારથિ શ્રમણોપાસક થઈ ગયા. ચૈતન્ય સ્વરૂપી જીવતત્ત્વ અને જડરૂપી અજીવ તત્ત્વના જ્ઞાતા બની ગયા. શુભકર્મરૂપ પુણ્યતત્ત્વ, અશુભકર્મરૂપ પાપતત્ત્વને સમજવા લાગ્યા. કર્મબંધના કારણરૂપ આશ્રવતત્ત્વ, હિંસાદિ સંવર તત્ત્વ, કર્મ પુદ્ગલોનું રૂપ બંધતત્ત્વ અને સર્વ પુદ્ગલોનું આત્મપ્રદેશોથી સર્વથા છૂટા પડવા રૂપ મોક્ષતત્ત્વ સ્વરૂપને જાણવામાં કુશળ થઈ ગયા.
જેમ અસ્થિ અને મજ્જા પરસ્પર ઓતપ્રોત હોય છે તેવી જ ઓતપ્રોતતા ચિત્તસારથિને નિગ્રંથ પ્રવચનમાં રગેરગમાં પ્રતીતિ થઈ, તેઓનું શીલ એટલું બધું પવિત્ર બની ગયું કે અંતઃપુરમાં પ્રવેશી શકતા જિતશત્રુ રાજા સાથે રહીને રાજકાર્યો, રાજ્ય વ્યવહારોનું અવલોકન કરતા શ્રાવસ્તીનગરીમાં રહ્યા.
જિતશત્રુ રાજાએ ચિતસારથિને વિદાય આપી. પગપાળા કેશીકુમાર શ્રમણ બિરાજમાન હતા ત્યાં ધર્મોપદેશ સાંભળ્યો અને શ્વેતાંબિકાનગરીમાં પરદેશી રાજાને ત્યાં પધારવા સવિનય વિનંતી કરી. કેશીકુમાર શ્રમણે ચિત્ત
પરદેશી રાજાનો ચસ 283