________________
વૈક્રિય શરીર પ્રમાણે ઉત્કૃષ્ટ દિવ્યદેવ ગતિથી ઉત્તમ, પ્રશસ્ત, ત્વરિત, ચપળ, અતિ વેગવાળી, શીવ્રતાવાળી, તીવ્રવેગવાળી પવનથી ઊડતી રજની ગતિ જેવી દિવ્ય દેવગતિથી તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રને પાર કરતાં જંબુદ્વિપતા ભરતક્ષેત્રની આમલકપ્પા નગરીના આમ્રશાલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. ત્યાં આવીને તેઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન – નમસ્કાર કર્યા. હે ભગવાન! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવો આપ દેવાનુપ્રિયને વંદન નમસ્કાર કરીએ છીએ. આપની પÚપાસના કરીએ છીએ.
ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે : હે ભગવાન! તે સૂર્યાભદેવને આ પ્રકારની મહારુદ્ધિ, મહાદેવ પ્રભાવ કેવી રીતે મળ્યાં? તે સૂર્યાભદેવ પૂર્વ ભવમાં કોણ હતા? તેમનું નામ-ગોત્ર શું હતું? કેવું આચરણ કર્યું? જેથી તેઓને આવો દિવ્ય પ્રભાવ મળ્યો?
ત્યારે પ્રભુ જવાબ આપે છે કે “હે ગૌતમ! શ્વેતાંબિકા નગરીમાં મહાહિમાવાન પર્વત જેવો પ્રભાવશાળી પરદેશી નામનો રાજા હતો. તે રાજા અધમનુગામી, અધર્માવિલોકી, અધર્મને ફેલાવનારો અધર્મશીલ, અધર્મવિચારી હતો.
તે પરદેશી રાજાને સૂર્યકેતા નામની રાણી હતી. સૂર્યકેત નામનો કુમાર
હતો.
તે પરદેશી રાજાને ચિત્ત નામનો સારથિ – પ્રધાન હતો. ચિત્તસારથિ સમૃદ્ધ-સંપત્તિવાન તથા અનેક લોકો માટે આદર્શભૂત હતો. રાજાનો વિશ્વાસુ હતો અને રાજની ધૂરાને વહન કરતો હતો.
તે કાળે વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં તે સમયે કેશી સ્વામી વિવૅમાન હતા, તે સમયે રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિથી ભરપૂર તથા રમણીય એવો કૃણાલ નામનો દેશ હતો. તેમાં રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ રમણીય એવી શ્રાવસ્તી નામની નગરી રાજધાની હતી.
શ્રાવતી નગરીની ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં અત્યંત પ્રાચીન તથા મનોહર એવું કોષ્ટક નામનું વલાયતન યુક્ત ઉદ્યાન હતું. તે શ્રાવસ્તીનગરમાં મહાહિમવાન પર્વત જેવો પ્રભાવશાળી જિતશત્રુ નામના પરદેશી રાજાના આધીનસ્થ ખંડિયા રાજા રાજ્ય કરતા હતા.
શ્રાવસ્તી નગરીનો જાતશત્રુ રાજા શ્વેતાંબિકાના પરદેશી રાજાનો
પરદેશી રજાનો રસ + 281