________________
અંતેવાસી હતા. અંતેવાસી – શિષ્યભાવનો સૂચક છે. શિષ્ય ગુરુની આજ્ઞાનો ધારક હોય છે. તેમ જિતશત્રુ રાજા પરદેશી રાજાના આજ્ઞાના ધારક હતા. તેના તાબામાં રહેતા ખંડિયા રાજા હતા.
એક વાર પરદેશી રાજાએ મણિરત્નયુક્ત મહામૂલ્યવાન ભેટ સાથે ચિત્તસારથિને જિતશત્રુ રાજાને ભેટ આપવા કહ્યું – ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ, રાજવ્યવહાર તપાસવા કહ્યું.
જિતશત્રુ રાજાએ ચિત્તસારથિની ભેટ સ્વીકારી. તેના ચિત્તના સત્કાર, સન્માન કર્યા – ઉતારા માટે રાજમાર્ગ ઉપરનો એક મોટો મહેલ આપ્યો.
તે કાળે, તે સમયે પાર્શ્વનાથ ભગવાનની શિષ્ય પરંપરાના કૌમાર્યવસ્થામાં દીક્ષિત થયેલા કેશીકુમાર નામના શ્રમણ પ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા.
ક્રોધાદિ પર જય મેળવેલો હોવાથી તેઓ જિતક્રોધી, જિતમારી, જિતલોભી હતા. નિદ્રા અને ઇન્દ્રિયોને વશ કરેલ હોવાથી તેઓ જિતેન્દ્રિય હતા. જિનપરિષહી હતા. જીવન-મરણમાં સમભાવી હતા.
ચારુ જ્ઞાનના ધારક એવા કેશીકુમાર શ્રમણ પોતાના પાંચસો શિષ્યો સાથે ગામેગામ વિચરતા, સુખપૂર્વક વિહાર કરતા શ્રાવસ્તીનગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા અને યથોચિત સ્થાનમાં રહેવાની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ત્યાં રહ્યા.
ત્યાર બાદ કેશીકુમાર શ્રમણના શ્રાવસ્તીનગરીમાં આગમન બાદ નગરીના ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા ત્રિકમાં, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચોકમાં, ઘણા રસ્તા ભેગા થતા હોય તેવા ચિત્રો, ચારે બાજુ દ્વાર હોય તેવા ચતુર્મુખોમાં, રાજમાર્ગોમાં અને શેરીએ-શેરીઓમાં લોકો પરસ્પર એકત્રિત થયેલા લોકો વાતો કરવા લાગ્યા. જનસમૂહ કેશીકુમાર શ્રમણનાં દર્શન કરી, તેમને વંદન-નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા.
જનસમૂહ જોઈ ચિત્તસારથિ વિચારવા લાગ્યા કે આજે શ્રાવસ્તીનગરીમાં ઈન્દ્ર મહોત્સવ છે? કાર્તિકેય મહોત્સવ છે? પોતાના દ્વારપાળને કહ્યું.
કંચુકી પુરુષે ચિત્તસારથિને કહ્યું હે દેવાનુપ્રિય! જાતિસંપન્ન એવા પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કેશીકુમાર શ્રમણ ગામેગામ વિહાર કરતા આજે અહીં પધાર્યા છે – કોષ્ટક ઉદ્યાનમાં બિરાજી રહ્યા છે.
282 * જૈન રાસ વિમર્શ