________________
પ્રધાનમંત્રી ચિત્ત જ્યારે શ્રાવાસ્તિનગરીમાં આવ્યા અને કેશીકુમા૨ શ્રમણનાં તેમને દર્શન થયાં ત્યારે સત્વરે બુદ્ધિમાન આ પ્રધાને પોતાના રાજાને સુધારવા માટે કેશીકુમા૨ શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો.
કેશીકુમાર શ્રમણનાં તેમને દર્શન થયાં ત્યારે સત્વર બુદ્ધિમાન પ્રધાને પોતાના રાજાને સુધારવા માટે ચાલાકી પૂર્વક મેળાપ કરાવ્યો. કેશીકુમાર શ્રમણ અને પરદેશી રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. તેમાં રાજાનો માનસિક પરાજય થયા પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો. સમગ્ર રાજ્યમાં નીતિની સ્થાપના થઈ. રાજાનું જીવન પરિવર્તન તો થયું પણ તેની સાથે સંપૂર્ણ રાષ્ટ્રનું પણ પરિવર્તન થયું. ખજાનાનો સદ્ઉપયોગ થયો. રાજાની રાણી સુરિશ્ચંતાને આ રીતે રાજાનું થયેલું પરિવર્તન અયોગ્ય લાગતાં, પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે.
જેવું કર્મ તેવું ફળ તેમ આ રાસ પરથી ફલિત થાય છે. નર હોય કે નારી, રાજા હોય કે રાણી, કર્મનો સિદ્ધાંત બધા માટે સમાન જ હોય છે. પરદેશી રાજા-દેહ અને આત્મા એક છે તેમ માનતા હતા. પરદેશી રાજાનું અધર્મી જીવન, કેશી સ્વામીના સત્સંગે ભવ્ય, દિવ્ય, રમ્ય બનીને પરિવર્તનનો ઇતિહાસ સર્જી જાય છે. પાપના પલટાથી પ્રાપ્ત થતાં પુણ્યના પુંજના પુંજ દેવલોકમાં જ્યાં શાશ્વત દિવ્ય સામગ્રી છે ત્યાં લઈ જાય છે. આવી સંજીવની ભરેલી જડીબુટ્ટી જેવું આ સૂત્ર છે.
ભરતક્ષેત્રમાં આમલકપ્પા નામની સમૃદ્ધ નગરી છે ત્યાં કોઈ ગુનેગાર નહીં મળે. પ્રજા સુખપૂર્વક ન્યાયનીતિથી જીવી રહી હતી. ત્યાંના શ્વેત રાજા અને ધારિણીદેવી શુભ લક્ષણવંતાં અને વિશુદ્ધવંશનાં હતાં.
તે નગરીના અંબસાલ વનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહરતા-વિહરતા પરિવાર સહિત પધાર્યા. અશોક વૃક્ષ નીચે નિર્દોષ જગ્યામાં અવગ્રહ ધારણ કરીને ઊતર્યા. ત્યાં રહેલી શુદ્ધ કાળી શિલાપાટ ઉ૫૨ પર્યંકાસને રહી સંયમ તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા.
સૌધર્મ નામના પ્રથમ દેવલોકના સૂર્યભવિમાનના અધિપતિ સૂર્યાભદેવે અવધિજ્ઞાન અને અવધિદર્શન દ્વારા આમલકપ્પા નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીને જોયા. ભગવાનનાં દર્શન થતાં જ તેઓ સિંહાસન ઉ૫૨થી ઊભા થઈ ગયા અને ભગવાન જે દિશામાં હતા તે દિશામાં પ્રભુને વંદન કર્યાં.
280 * જૈન રાસ વિમર્શ