________________
અને તેથી જ તેઓ જૈનધર્મના ઉપદેશોનો માર્મિક ઉપદેશ પોતાના શ્રીગુરુના મુખથી કહી શક્યા છે.
જેમ કે...
શ્રીગુરુ હેમવિમલસૂરિ ઉપદેશ કરતાં જૈનધર્મની ખૂબ પ્રશંસા કરે છે. તેઓ તેને ભવતારક કહે છે. જૈનધર્મ સકલધર્મનું મૂળ હોવાનો, તેમાં જીવદયા અને દુઃખનિવારણના સદ્ગુણ હોવાનું પણ વર્ણવે છે. આમ અનેક ગુણનો ઉપદેશ કરે છે અને શર્મ, ધર્મ, ચારિત્ર, નિયમ વગેરેની સમજ આપે છે.
આ રાસમાં જૈન ધર્મ યજ્ઞયાગાદિ સ્થૂળ ક્રિયાઓને બદલે તપોમય સંયમી જીવનનો આદર્શ રજૂ કરે છે. મહાવીર સ્વામીએ પ્રબોધેલ સંયમધર્મનું આલેખન ઉપદેશાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે.
આ કૃતિ અલંકારો અને છંદોના વૈવિધ્યને કારણે ગેયતા અને કાવ્યાત્મકતા સંપન્ન બની છે. આ રાસમાંથી ઇતિહાસ ઉપરાંત પ્રાચીન ભૌગોલિક સ્થળો અને તેમનાં પ્રાચીન નામો પણ જાણવા મળે છે.
૧. ત્રંબાવતી નગરી – ખંભાત ૨. કંસારી પુર ૩. અલ્પદાવાદ | અહિમદાવાદ | અહિમ્મદાવાદ – અમદાવાદ ૪. સીરોહી નગરી ૫. વિદ્યાપુર – વિજપુર ૬. પાટણિપુર – પાટણ ૭. ખંભનયરી – ખંભાત નગરી ૮. નંદરબારિ – નંદુરબાર
જૈન રાસો સાહિત્યની પરંપરા પ્રાચીન સમયથી આજ સુધી અમ્મલિત રહી છે એ એની લોકપ્રિયતા અને વ્યાપકતાનું પ્રમાણ છે. ગેયતા, નૃત્ય અને અભિનયના સમન્વિત આનંદ સાથે કથારસ અને ધર્મામૃતનું બહુજન સમાજને પાન કરાવવામાં આવી રામકૃતિઓ મૂલ્યાધિકારિણી બની છે. આ રાસ ગુજરાતી સાહિત્યના આખ્યાન, ગરબા – ગરબી ઈત્યાદિ કાવ્યપ્રકારો માટે ઉદ્ભવ સ્રોત સમા છે.
278 * જૈન ચસ વિમર્શ