________________
વગેરેને દૂર કરતા. તેમના પગ ધોયેલ પાણી પીવાથી સ્ત્રીઓને સુખેથી પ્રસવ થતો તથા કુષ્ટ આદિ મહાવ્યાધીને પણ તેઓ દૂર કરતા. તેમના પાદ વંદનાથી આધા-શીશી ચાલી જતી. આમ ખૂબ મહિમાનવાન હતા શ્રી સોમવિમલસૂરિજી.
ઈ.સ. ૧૬૨૫ આનંદસોમને સૂરિપદ આચાર્યપદ શ્રી સોમવિમલસૂરિએ આપ્યું. શ્રીસોમવિમલસૂરિ સં. ૧૬૩૭માં માર્ગશીર્ષમાં સ્વર્ગવાસ થયો. તેમને પોતાના કાર્યકાળ દરમિયાન બધાં મળી બસો સાધુને દીક્ષા આપી હતી. શ્રી સોમવિમલસૂરિએ ગુજરાતી સાહિત્યમાં કલ્પસૂત્ર પરના ગ્રંથો, બાલાવબોધ ઉપરાંત રાસાઓ પણ રચેલા છે. જેમ કે :
–
૨.
૧. ધમ્મિલકુમાર રાસ સં. ૧૬૧૫, પોષ સુદ ૧ને વિવા૨, ખંભાત. ચંપકશ્રેષ્ટિરાસ. સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૭ ને શુક્રવાર, વિરાટનગ૨ શ્રેણિક રાસ / સમ્યકત્વસાર રાસ. સં.૧૬૦૩, ભાદ્રપદ સુદિ ૧, કુમારિગર.
૩.
૪.
૫.
ક્ષુલ્લકકુમા૨ાસ સં. ૧૬૩૩, ભાદ્રપદ વદ ૮, અમદાવાદના રાજપરા. આ સિવાય અન્ય ગીત, સ્તવન વગેરે પણ રચ્યા છે.
ઉપસંહાર :
કવિ શ્રી આનંદસોમ એક સાચા ગુરુભક્ત હોવાનો સજ્જડ પુરાવો આ ૧૫૬ પંક્તિના વિશાળ રાસથી જ જ્ઞાત થાય છે. તેઓ સ્વયંની ગુરુવંદના તથા સ્તુતિને દુષ્કૃત્યોને દૂર ક૨ના૨ હોવાનું તેમ જ રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, સંપદા નિશ્ચિતપણે પોતાના ઘરે થવાનું દૃઢપણે માનતા હોવાનું દૃષ્ટિગોચર થતાં જ તેઓ પરમ્ શ્રદ્ધેય હોવાનું પણ જ્ઞાન થાય છે.
કવિની આ રચનાથી તેઓ એક નીવડેલા કવિ હોવાનું જ્ઞાન પણ થાય છે. તેઓ ગુજરાતી, પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાના સમ્યક્ જ્ઞાતા હોવાનું જેવા મળે છે. અને તેમના સમયે પ્રાકૃત અને અપભ્રંશ તથા જૂની ગુજરાતી ભાષાનો પ્રભાવ સમાજ ઉ૫૨ રહ્યો હશે એમ માની શકાય. તેમણે ભાષા ઉપરાંત વિવિધ અલંકારો પ્રયોજીને અલંકારના જાણકાર હોવાનો પરિચય આપ્યો છે.
શ્રીઆનંદસોમ પણ આ શિષ્યપરંપરામાં આવતા હોવાથી તેઓ શાસ્ત્ર તથા ધર્મના કુશળ જાણકા૨ છે તેમ કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી.
શ્રી સોમવિમલસૂરિ ાસ * 277