________________
આચાર્યપદ પ્રાપ્તિ ઃ
રાસનો આ ખંડ ૯ પંક્તિ (૯૭-૧૦૫)માં રચાયો છે. તેમાં રાગ મલ્હાર તથા મેરે લાલ નામનો ઢાલ પ્રયોજયો છે. પ્રત્યેક પંક્તિને અંતે ઢાલને અનુરૂપ મેરે લાલ શબ્દ પ્રયોજ્યો છે.
ભાવે ભવિજન ભેટીઈ, દીપઈ જિસિઉ દિગંદ મેરે લાલ;
ચિહુ પખિ ચ્યારિ ગૃહલી વલી કીજઈ, દીઈ બહુલાં દાન મેરે લાલ.’ વારૂ વિસ થતા અસંતોષાઈ, પોષઈ પિરલિ ભાવિ મેરે લાલ; વગેરે
આમ ખંડમાં રચિયતાએ પંક્તિઓની વચ્ચે વચ્ચે પ્રાસ મળતા શબ્દો પ્રયોજીને સુંદર રીતે પ્રાસ સાંકળીનો સફળ પ્રયોગ કર્યો છે. આ ખંડમાં શ્રીસોમવિમલ ઉપાધ્યાયને સં. ૧૫૯૭ના આસો સુદ પને ગુરુવારે પુષ્યનક્ષત્રમાં આચાર્યપદ અપાયાનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. જેમ કે :
સંવત્ પન્નર સતાણવઈ, આસો માસ મઝારિ મેરે લાલ; પુષ્પનિિત્ર પદ બઈસણું, સુદિ પંચમી ગુરુવર મેરે લાલ.’
આ રાસખંડના અંતે કવિ હવે પછી આવનાર રસખંડનો આંશિક ઉલ્લેખ કરી આગામી વિષયવસ્તુનું જાણે મહાકાવ્ય નાટક વગેરેના નિયમ અનુસાર ઉલ્લેખ કરે છે.
ગચ્છનાયક પદ કેરૂ ઉચ્છવ, હવઈ પભણુ આનંદ મેરે લાલ.’
ગચ્છનાયક પદ મહોત્સવ :
આચાર્યપદ પ્રાપ્તિ બાદ હવે ગચ્છનાયક પદનો મહોત્સવને વર્ણવતો આ રાસખંડ ૨૧ પંક્તિ (૧૦૬-૧૨૭)માં ૨ચ્યો છે. આ ખંડમાં ધન્યાસી રાગ અને સહિગુરુ વંદઈ નામનો ઢાળ પ્રયોજ્યો છે. આ ખંડની દરેક પ્રથમ પંક્તિનો અંત ‘એ' વર્ણથી થાય છે જ્યારે દરેક બીજી પંક્તિ ‘કિ' વર્ણમાં અંત પામે છે અને તેના અંતે રાગ – સહિગુરુ વંદઈનામ – નો આરંભિક વર્ણ ‘સ’ પુનરાવર્તન પુનરાલાપ) અર્થ આપેલ છે.
શ્રીસોમવિમલ આચાર્યને સં. ૧૬૦૫ને મહાસુદ પને દિને જ્યારે તેઓ ખંભાત આવ્યા ત્યારે દોશી જ્યચંદે પ્રવેશ મહોત્સવ કરી ત્યાંના સંઘની આજ્ઞા લઈ આચાર્યને ગચ્છનાયક પદ આપ્યું.
આ ગચ્છનાયક પદના મહોત્સવ વિશે કવિ આનંદસોમે સવિસ્તાર
શ્રી સોમવિમલસૂરિ રાસ * 275