________________
આ પ્રસંગે સારી લ્હાણી પણ થઈ. જેમાં પાંચ શેરના લાડુ સહિત લ્હાણી કરાયાનો ઉલ્લેખ પણ મળે છે. જેમ કે
પાંચશેરના લાડૂઆ, થાલી સહિત સુચંગી રે; ચંગનઈ રંગ બહુ લાહણી દીઈ એ.
અંતે આ સર્વે ઉત્સવનો પ્રસંગ કવિ શ્રી આનંદસામે લખ્યો છે અને વળી સ્વયં પોતે કહ્યો છે એમ જણાવી કવિ રાસની મધ્યમાં પોતાના નામનો ઉલ્લેખ કરે છે. જેમ કે
ઈમ ઉચ્છવ અનોકપરિ, અનુક્રમિ લહિઆ રે; લહિઆનઈ કહીઆ મઈ આણંદસિઉ એ.
અમદાવાદમાં ચોમાસુ વાસ કર્યો તે વિષયનો ખંડ ૧૦ પંક્તિઓમાં (૫૭-૬૬) વર્ણિત છે જેનો રાગ-કેદારૂ છે અને ઈશાન ઈન્દ્ર ખોલઈ લઈ ઢાલ છે. ૧૧ આચાર્યપદની યોગ્યતા:
આ નામનો રાસ ખંડ ૬ પંક્તિમાં (૬૭-૭૨)માં છે.
શ્રી સોમવિમલ ઉપાધ્યાયને દર્શન, ન્યાય, તર્ક, છંદ, જ્યોતિષ તેમ જ વેદપુરાણના જાણકાર તેમ જ સ્મૃતિ, ગીતા, સાહિત્ય અને સૂત્રના અર્થના જણકાર હોવાનું તેમ જ પંચાચારને અનુસરતા પામી તેમને આચાર્યપદ માટે યોગ્ય મનાયા. જેમ કે..
દરશન વાન ચારિત્ર ભરિઆ, પાલઈ પંચાચાર... તર્ક છંદ યોતિષ ભલાં, લખ્યણ વેદ પુરાણ; મૃતિ ગીતા સાહિત્ય વલી, સવિ સૂત્ર અરથના જણ.
૧૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર
ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪-૧૪૧ ૧૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જેને આત્માનંદ સભા, ભાવનગર
ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪૧-૧૪૨ ૧૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૪૧
શ્રી સોમવિમલસૂરિ રાસ 273