________________
ઢાળમાં) છે.
શ્રીગુરુ હેમવિમલસૂરિ ઉપદેશ કરતાં જૈનધર્મની ખૂબ પ્રશંસા કરે છે. તેઓ તેને ભવતારક કહે છે. જૈનધર્મ સકલધર્મનું મૂળ હોવાનો ઉપદેશ કરે છે. તેમાં જીવદયા અને દુઃખનિવારણના સદ્ગુણ હોવાનું પણ વર્ણવે છે. આમ અનેક ગુણનો ઉપદેશ કરે છે અને ચારિત્ર, ધર્મ, શર્મ, નિયમ વગેરેની સમજ આપે છે. જેમ કે..
શ્રીગુરુ કરઈ વખાણ, આણ વહુ જિણતણી, ભવિયણઈ ભવતારણી એ; સકલધર્મમૂલ જેહ, તેહ જુ પાલીઈ, જીવદયા દુહવારણી એ; કહઈ બિંદુ ભેદે ધર્મ, શર્મ ચારિત્રથી, નિઅમનિ ઈમ મુણીએ; વયણ સુણી ભગવંત, જસવંત કુઅર, દિલ દિખ્યા કહઈ ગઈધણી એ.
વધુમાં ઉપદેશ કરતાં શ્રીગુરુએ ઉષ્ણ તાપ સહેવાનું, દોષરહિત આહાર લેવાનો ઉપદેશ પણ કર્યો.
ઉષ્ણતાપ સહિતુ એ દોષરહિત આહાર, સારજિ લેવું એ.
વળી શ્રીગુરુ ખૂબ જ સ્નેહ અને આદરપૂર્વક તેમને વત્સ (પુત્ર) કહી સંબોધીને આ દિક્ષિત માર્ગ તલવારની ધાર ઉપર ચાલવા જેવો અત્યંત દુષ્કર હોવાનું પણ જણાવે છે. તેમના મતે આ પંથ લોખંડના ચણાને મીણના (માછલીના) દાંતથી ચાવવા બરાબર મુશ્કેલ હોવાનું પણ જણાવે છે. અને આવામાંથી સફળતા પ્રાપ્ત કરવા સંયમનું મહત્ત્વ દર્શાવી સંયમી બનવા પ્રેરે છે. જેમાં :
વલી વછા અવધારિ, ચારિત્ર દુઃકર, ખડગધાર જિમ ચાલિવુ એ;
૧૦ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર. ઈ. સ.૧૯૨૬, પૃ.૧૩૭
શ્રી સોમવિમલસૂરિ રાસ * 271