________________
ત્યાર બાદ તેની પાટે અનુક્રમે નીચે પ્રમાણે શિષ્યો થયા તેમનું વર્ણન છે, જે ટૂંકમાં નીચે પ્રમાણે છે :
શ્રીજગચંદ્રસૂરિ શ્રીદેવેન્દ્રસૂરિ શ્રીવિદ્યાનંદસૂરિ શ્રીધર્મઘોષસૂરિ શ્રી સોમપ્રભસૂરિ શ્રી સોમતિલકસૂરિ શ્રીદેવસુંદરસૂરિ શ્રી સોમસુંદરસૂરિ શ્રીમુનિસુંદરસૂરિ શ્રીરત્નશેખરસૂરિ શ્રીલક્ષ્મીસાગરસૂરિ શ્રીસુમતિસાધુ શ્રીહેમવિમલસૂરિ શ્રી સૌભાગ્યહર્ષ અને શ્રી સોમવિમલસૂરિ
આપણા આ રાસના મૂળ ચરિત્રનાયક શ્રી સોમવિમલસૂરિ આ પરંપરામાં અનુક્રમે પ૮મા હોવાનો તથા તેમના સમયમાં આ ગચ્છ પરંપરાનો ચારે દિશાઓમાં જયજયકાર થયો હોવાનો ઐતિહાસિક પુરાવાનો ઉલ્લેખ પ્રથમ ૧૮ પંક્તિ બાદ આપેલ વસ્તુમાં મળે છે. જેમ કે..
અનુક્રમિ અઠ્ઠાવનામઈ, પટ્ટિ પ્રગટ દિનકાર, શ્રી સોમવિમલસૂરિ ચિર ક્યું, નામિ જયજયકાર
નિર્દિષ્ટ વિષય વસ્તુ બાદ સોમવિમલસૂરિના જન્મ તથા ગુરુદર્શનનો વર્ણવતો અંશ પંક્તિ ૨૦-૨૬માં ગુડીરાગ અને માઈ ધિન્ના સંપુના તું - એ ઢાલમાં) અંકિત કરાયો છે.
૬. જેના ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૬ ,
શ્રી સોમવિમલસૂરિ રાસ * 269