________________
આમ, મંગલ પ્રસ્તાવ જેહા કહી શકાય તે આનંદસામે પોતાના ગુરુ પ્રત્યે આદર અને ભક્તિપૂર્ણ પૂજ્યભાવ રજૂ કરવા માટે આ સ્તુતિ સ્વરૂપ રાસ રચ્યો છે. જે તે મનુષ્ય તેના આરંભકાળથી જ ઈશ્વર અને ગુરુજનોનો આભારી રહ્યો હોવાથી તે આરંભથી જ સ્તુતિ એટલે કે પ્રશંસા કરી રાજીપો તેમ જ કૃપા પ્રાપ્ત કરવા સ્તુતિ કરતો રહે છે.
મંગલ પ્રસ્તાવ પછી સાત પંક્તિમાં વસ્તુનો ઉલ્લેખ થયેલ છે. કવિ અહીં સકલ સુખના દાતા એવા શ્રી સોમવિમલસૂરિની સ્તુતિ કરે છે. કવિ પોતાના પૂજ્ય ગુરુના ગુણ ગાઈને પોતાનો દિન (જન્મ) સફળ કરવાની વિનમ્ર અપેક્ષા ધરાવે છે. જેમ કે...
શ્રી પૂજ્યતણા ગુણ ગાતાં, સલ કરું દિન આજ.
વસ્તુના નિર્દેશ બાદ કવિ આનંદસોમ તપાગચ્છપાટપરંપરાને વર્ણવતાં ૮-૧૯ એમ કુલ ૧૨ પંક્તિની રચના કરે છે.
અહીં જૂની ગુજરાતી ભાષા તેમ જ ઘણા પ્રાકૃત શબ્દોની ઊંડી અસર જેવા મળે છે. આનંદસોમાં વર્ણવે છે કે....
શ્રીસોમવિમલસૂરિ તપગચ્છની પટ્ટપરંપરામાં થયા. આ તપા બિરુદ ક્યાંથી અને કેવી રીતે ઉદ્ભવ્યું, કેવી રીતે અસ્તિત્વ આવ્યું એ સઘળી વાત જણાવતાં કહે છે કે..
આદિ થિકિ તપગછ વખાણું, જાણું જગ વિખ્યાત; તપાબિરુદ એ કિહાંથી પ્રગટિઉં, સુણયો સહુ અવદાત.
શ્રી જગચંદ્રસૂરિએ બાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. તેથી ‘તપસ્વી' શબ્દ પરથી તેમને તપા' એ બિરુદ રાજાએ સંવત્ ૧૨૮૫માં આપ્યું અને તેમના ગચ્છનું નામ તપાગચ્છ પડ્યું. આ ઘટનાને આ પ્રમાણે વર્ણવી છે :
પાંચમનું ગણધર સધર સુધર્મા, વીર પટ્ટિ જયકારી; અનુક્રમિ તસ પટ્ટાચલ દિનકર, સિરિ જગચંદસૂરિ બાર વરસ આયંબિલ તપ કીધું, સાધિઉં નિજ તનું કામ; ભગતી ધરીનઈ ભૂપતિ ભાખ, તપાગચ્છ દિઉં નામ. સંવત બાર વરસિ પંચ્યાસી, તિહાંથી તપગચ્છ સાર;
૪. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય. પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ.
૧૯૨૬, પૃ.૧૩પ. ૫. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર. ઈ.સ.
૧૯૨૬, પૃ.૧૩૫. 268 * જૈન રાસ વિમર્શ