________________
પામ્યા છે. શ્રી નવકારમંત્રની આરાધનાથી, તારી અચળ શ્રદ્ધાથી તારા કર્મમળ ધોવાઈ ગયા છે. થોડા સમયમાં તારી સામે સુખનો માર્ગ ખુલ્લો થશે. વળી તારો સ્વામી તને બેનાતટ નામના નગરમાં મળશે. તું પૈર્ય રાખજે. અશુભ કર્મ પૂરાં થાય છે. હવે શુભ કર્મનો ઉદય થાય છે. ગુપ્ત વાત પણ કરવી નહીં. ગુપ્ત વાત છે કાને જાય તો વાત ચાર કાને રહી હોય ત્યાં સુધી ગુપ્ત રહે છે. અને બે કાને રહેલી વિચારણાને તો બ્રહ્મા પણ પાર પામી શકતો નથી. કુન્જની કથા ખેચરરાય રત્નજી સુરસુંદરીને કહી રહ્યો છે. હે બેન! છ કાનેથી ગયેલી વાતથી કુલ્થ પ્રાણ ખોયા. રાજાને છોડી ઘર ઘર ભટકવું પડ્યું. ભિખારીપણામાં રાજાએ કેટલું દુઃખ સહન કર્યું. સાધુમુનિની વાતને સુરસુંદરીએ એ ચિત્તમાં ગ્રહણ કરી શિખામણને માથે ધરી. ઉત્તર શ્રેણીના અધિપતિ વિદ્યાધર રત્નજટીના મહેલમાં સતીસુંદરી વિદ્યાધરની ચાર પત્નીઓ વચ્ચે રહેલી છે. સતીનાં પાપો ક્ષય પામ્યાં છે. પ્રબળ પુણ્યનો ઉદય થયો છે. વિદ્યાધર પત્નીઓ સતીનું બહુમાનપૂર્વક અપૂર્વ ભક્તિ કરી રહી છે. કવિરાજ કહે છે કે જે આત્મા શીલરૂપી બખ્તરને ધારણ કરે છે. તે માણસો શીલના પ્રભાવ થકી મોટી પુણ્યાઈ અને યશ કીર્તિ મેળવે છે. વળી સાતેય પ્રકારના ભયો નાશ પામે છે. આવતાં વિબોને ટાળી દે છે. ઇચ્છિત ફળ મેળવે છે.
સંસારમાં નારીઓ અસમાન હોય છે. એકસરખી હોતી નથી. જગતમાં સ્ત્રીના ચાર પ્રકાર કહ્યા છેઃ ૧. પદ્મિની ૨. હસ્તીની ૩. ચિત્રિણીની ૪. શંખિની. જે સ્ત્રી પોતાના પતિને વાદાર હોય છે. તે નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. વળી સાથેસાથે હલકી પણ નારી હોય છે. સદ્ગુણોથી યુક્ત નારી મળી જાય તો નારી એ નારાયણી બની રહે છે. દુર્ગુણોથી યુક્ત હોય તો નારીને નરકની ખાણ પણ કહી છે. સ્ત્રીના ચાર પ્રકારના જે નામ બતાવ્યા છે. તેનાં લક્ષણો નીચે મુજબ છે.
પવિત્રની સ્ત્રીના શરીરની ગંધ – કમલ સરખી હોય છે. હસ્તિની સ્ત્રીના શરીરની ગંધ – દારૂની તીવ્ર ગંધ સરખી હોય છે.
ચિત્રિણી સ્ત્રીના શરીરની ગંધ – દારૂની તીવ્ર ગંધ સરખી હોય છે. શંખિની સ્ત્રીના શરીરની ગંધ ખાર સરખી હોય છે.
પદ્મિની સ્ત્રી હંમેશાં મુખની શોભા કરે છે. હસ્તિની સ્ત્રી હંમેશાં પેટની શોભા કરે છે.
મહાસતી સુરસુંદરી ચસ 169