________________
પ્રયોગથી તેને શિક્ષા મળે છે. પરંતુ મદનવેગની હૃદયની પૂર્ણ વિશુદ્ધિ તો મંત્રીના ચિતાપ્રવેશ પછી હરિબલે કરેલા રહસ્યોદ્ઘાટને જાગતા પશ્ચાત્તાપથી જ થાય છે. આ વિશુદ્ધિના ત્રણ તબક્કા કવિએ દર્શાવ્યા છે.
મૂછમાં મૂરછા વિના અધોમુખઈ અવનીશ નિજ નિંદા નૃપ મુર્ખ કરઈ કરાઈ હરિની પસંસ... દીક્ષા લેઈ જપ તપ કરી મુક્તિ ગયો મહીરાજ
આમ મદનવેગની મૂળભૂત સારપને અનુરૂપ અંત આપી ચરિત્રચિત્રણ પૂર્ણ કર્યું છે. વસ્તુસંયોજન
વસ્તુસંયોજન દ્વારા નિષ્પન્ન થતું નાટ્ય તત્ત્વ પણ આ કૃતિના તાદશ વર્ણનો દ્વારા પાત્રચિત્રણ જેવું અને જેટલું જ નોંધપાત્ર જમાપાસું છે. એકલા કવિ જ મંચ પર રહી કથાકથન કરતા હોય તેવું ક્યારેય લાગતું નથી. પાત્રોની સ્વગતોક્તિઓ એકમેકના વિશે કે એકમેકને સંબોધીને પાત્રો દ્વારા કરાતાં કથન દ્વારા જ બહુધા કથાવિકાસ સાધીને કવિએ આ નાટ્ય તત્ત્વ સિદ્ધ કર્યું છે. જેમાં હરિબલનો નિયમગ્રહણ, શ્રેષ્ઠી હરિબલને જોઈ કુંવરીના મનને થતા ખેંચાણને દર્શાવતી ઉક્તિ, શ્રેષ્ઠીના મનદ્વન્દ્ર, લંકાગમન પૂર્વે હરિબલ વસંતશ્રી-સંવાદ, હરિબલ-કુસુમશ્રી સંવાદ, આ આખી કથા વારાફરતી વર્ણન સંવાદ-સ્વગતવિચાર દ્વારા જ આલેખાઈ છે. લય-શબ્દ-સંગીત
ભાવરત્નસૂરિની લય-શબ્દ સંગીત સૂઝનો પરિચય તેમણે પ્રયોજેલા ભાવાનુરૂપ સુગેય દેશીઓ દ્વારા મળે છે. તેમના પૂર્વસૂરિઓ સમયસુંદર, જિનહર્ષ, જ્ઞાનસાગર આદિએ પ્રયોજેલી લોકપ્રિય દેશીઓ તેમણે ઉપયોગમાં લીધી છે. ગોડી, કેદાર, જયતશ્રી, મારૂ, કાફી વગેરે રાગ રાગિણીમાં તે દેશીઓ યુક્ત ઢાલ ગાવાની સૂચના પણ આપેલી છે. આ સર્વને લીધે આ કૃતિની કેટલીક ઢાળો સંગીત-શબ્દલય ભાવનિરૂપણના ત્રિવેણી સંગમના લીધે સમૃદ્ધ બની છે. સાગરવર્ણન કરતી વખતે કવિએ પંક્તિને અંતે હો લાલ રે એવા ચરણાન્તકના આવર્તનથી નિષ્પન્ન થતું સંગીત ઢાલને કર્ણપ્રિય બનાવે છે. ભાવને અનુસરતા સંગીતલયનું ઉત્તમ નિદર્શન થયું છે.
234 * જૈન રાસ વિમર્શ